Sun Oct 04 2026

Logo

મહિલાઓ બનશે આત્મનિર્ભર: 'વુમન્સ ઓન વ્હીલ્સ' યોજના હેઠળ વધુ 135 મહિલાને મળી રિક્ષા ચલાવવાની તાલીમ

2026-08-10 20:36:34
Author: Mumbai Samachar Team
મહિલાઓ બનશે આત્મનિર્ભર: 'વુમન્સ ઓન વ્હીલ્સ' યોજના હેઠળ વધુ 135 મહિલાને મળી રિક્ષા ચલાવવાની તાલીમ

AI Generated Images


મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની મહિલા અને બાળ કલ્યાણ સમિતિના માધ્યમથી ‘વુમન્સ ઓન વ્હીલ્સ’ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે રિક્ષા ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. 

ચાલુ વર્ષમાં વધુ ૧૩૫ મહિલાઓને ટીવીએસ કંપની મારફતે રિક્ષા ચલાવવાની મફત તાલીમ આપવામાં આવી હતી, જેમાંથી ૬૦ મહિલાઓને મફત ડ્રાઇવિંગ લાઇસન્સ, બેજ તેમજ અભ્યુદય બેંક અને સ્ટેટ બેંકના સહયોગથી રિક્ષા ખરીદવા માટે ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે. 

મહિલાઓ માત્ર ટુ-વ્હીલરની પાછળ બેસનાર પ્રવાસી ન રહેતા પોતે વાહન ચલાવે, રસ્તા પર આત્મવિશ્વાસથી ફરીને સુરક્ષિત પ્રવાસનું કૌશલ્ય પ્રાપ્ત કરે, આ હેતુથી મુંબઈમાં ‘વુમન્સ ઓન વ્હીલ્સ’ આ ખાસ ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપક્રમ અંતર્ગત મહિલાઓને 

ટ્રાફિકના નિયમો, વાહન હેન્ડલિંગ, સુરક્ષિત વાહનચાલકના કૌશલ્ય વગેરે અંગે તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે લાઇસન્સ અને ઓછા દરે લોનની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે. તેથી વુમન્સ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટને મહિલા સશક્તિકરણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ઉપક્રમ તરીકે જોવામાં આવી રહ્યો છે.