Sat Sep 12 2026

Logo

નગરસેવકોની મુંબઈમાં દિવ્યાંગ પેન્શન યોજના તાત્કાલિક શરૂ કરવાની માગણી

2026-07-30 20:18:40
Author: Sapna Desai
નગરસેવકોની મુંબઈમાં દિવ્યાંગ પેન્શન યોજના તાત્કાલિક શરૂ કરવાની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈના દિવ્યાંગ નાગરિકોને થઈ રહેલી અડચણને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાની ર્મવીર આનંદ દિઘે દિવ્યાંગ પેન્શન યોજના  તાત્કાલિક શરૂ કરવી જોઈએ, એવી માગણી મહિલા અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા પાલિકા પ્રશાસનને કરવામાં આવી છે. 

મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષા અને નગરસેવિકા મીનલ તુર્ડેએ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (શહેર)ને કરી છે. આ સંદર્ભમાં આપેલા એક નિવેદનમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો  કે દિવ્યાંગ વ્યક્તિઓના ભરણપોષણ, તબીબી સારવાર, દવા, શિક્ષણ અને દૈનિક જરૂરિયાતો માટે મોટો નાણાકીય ખર્ચ થાય છે. ઘણા પરિવારોમાં એક વ્યક્તિને દિવ્યાંંગ સભ્યની સેવા કરવા માટે ઘરે રહેવું પડે છે. આને કારણે આવા પરિવારો વધારાના નાણાકીય બોજનો સામનો કરી રહ્યા છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાની  દિવ્યાંગ પેન્શન યોજના દ્વારા તેમને રાહત આપવી જરૂરી છે.

નગરસેવિકાએ પ્રશાસનનું ધ્યાન દોરતા કહ્યું હતું કે  ગયા વર્ષથી આ યોજના હેઠળ દિવ્યાંગ  લાભાર્થીઓને નાણાકીય સહાય મળી નથી. વર્ષ ૨૦૨૫-૨૬ માટે બજેટમાં લગભગ લગભગ ૩૨ કરોડ રૂપિયાની જોગવાઈ હોવા છતાં વાસ્તવિક લાભોનું વિતરણ કરવામાં આવ્યું નથી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે વર્ષ ૨૦૨૬-૨૭ માટે બજેટમાં લગભગ પચ્ચીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં લાભાર્થીઓની સંખ્યાની સરખામણીમાં  તે અપૂરતી છે. તેમણે માગ કરી છે કે વર્ષ ૨૦૨૫-૨૬ના બાકી રહેલા હપ્તા  અને વર્ષ ૨૦૨૬-૨૭ માટે નિયમિત પેન્શન ચૂકવવા માટે જરૂરી ભંડોળ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે.