(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રક્ષાબંધનના તહેવારના દિવસે મુંબઈગરાની સુવિધા માટે બેસ્ટ ઉપક્રમ દ્વારા મુંબઈના જુદા જુદા વિસ્તારો માટે વધારાની બસ દોડાવવામાં આવવાની છે. બેસ્ટ ઉપક્રમ દ્વારા શુક્રવાર, ૨૮ ઑગસ્ટના મુંબઈ શહેર અને ઉપનગરમાં વિવિધ ઠેકાણે પ્રવાસ કરવા માગતા નાગરિકો માટે બેસ્ટ ઉપક્રમ મારફત શહેર અને ઉપનગરમાં જુદા જુદા રૂટ પર કુલ ૧૩૬ વધારાની બસ દોડાવવામાં આવશે.
આ બસ સવારના ૧૦.૩૦ વાગ્યાથી દિવસભર ચાલુ રહેશે. જે રૂટ પર વધારાની ભીડ જણાઈ આવશે ત્યા આવશ્યકતા અનુસરા વધારાની બસ દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રવાસીઓની મદદ માટે બસ સ્ટોપ ટિકિટ ચેકર સહિત ટ્રાન્સપોર્ટ ઓફિસર હાજર રહેશે.