Sat Aug 22 2026

Logo

આખરે ઝૂક્યા ઝુકરબર્ગઃ પીએમ મોદીની પોસ્ટ હટાવવા બદલ મેટાએ ક્ષમા માગી

New York   2026-08-05 19:33:05
Author: Mumbai Samachar Team
Article Image

ન્યૂયોર્કઃ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિકી હેઠળની કંપની મેટા કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગે શારીરિક અત્યાચાર, ડીપફેક કન્ટેન્ટ અને પ્લેટફોર્મ પર ફેક વિષય સંબંધિત મુદ્દાઓને લઈને ભારત સરકારની માફી માગી લીધી છે. આ વિષય પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે. મેટા અને ભારત સરકાર વચ્ચેનો વિવાદના ઉકેલની નજીક હોય એવું ચિત્ર સામે આવ્યું છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ડીપફેક સામગ્રી અંગે ભારત સરકારની માફી માંગી છે. તેમણે CSAM (બાળ જાતિય દુર્વ્યવહાર કન્ટેન્ટ), ડીપફેક સામગ્રી અને પ્લેટફોર્મ પર ભૂલો સંબંધિત મુદ્દાઓ માટે માફી માંગી છે.ખાસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટાએ સ્વીકાર્યું કે ચોક્કસ પ્રકારની સામગ્રીને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર ફંડ ખર્ચવામાં આવ્યું હતું.

દૂરુપયોગ સ્વીકારી નહીં લેવાય

દિલ્હીના સરકારી સૂત્રો જણાવે છે કે, અધિકારીઓએ મેટાને સ્પષ્ટપણે જાણ કરી હતી કે તે ફક્ત 'મધ્યસ્થી'ની વ્યાખ્યા હેઠળ આવતું નથી, કારણ કે એક કંપની નક્કી કરે છે કે, કઈ સામગ્રી કોને પહોંચે છે. સરકારનું એવું કહેવું છે કે આના પરિણામે IT કાયદા અંતર્ગત 'સેફ હાર્બર' સુરક્ષા મેટા પર લાગુ થશે નહીં. 

ભૂલ સ્વીકારીને દિલગીરી વ્યક્ત કરી

મેટાએ આ બાબતમાં પોતાની ભૂલ સ્વીકારી, દિલગીરી વ્યક્ત કરી અને માફી માંગી. ભારત સરકારે મેટાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, સોશિયલ મીડિયાનો દૂરુપયોગ કોઈ ધોરણે ચલાવી લેવાય નહીં.આ વિષય પર સરકારે ચિંતા વ્યક્ત કરી છે. વડા પ્રધાન મોદીની પોસ્ટ હટાવવાના મામલે સરકારે પગલાં લીધા હતા. પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટ અને કેટલાક અભદ્ર કન્ટેન્ટ મામલે ભારત સરકારે અવાજ ઊઠાવ્યો હતો. 
મેટાએ જવાબ આપતા કહ્યું હતું કે,અમારે પણ ત્યાં કેટલાક નિયમ લાગુ પડે છે. જાણી જોઈને કોઈ ખોટો ઉપયોગ કરે એ કોઈ રીતે સ્વીકાર કારવામાં નહીં આવે. મેટાની ટીમે આજે આઈટી મંત્રાલાયના કેટલાક સિનિયર્સ સાથે ખાસ મુલાકાત કરી હતી. 

અધિકારીઓએ કંપનીને જાણ કરી

કેન્દ્ર સરકારે કંપનીના અધિકારીને વડા પ્રધાન મોદીની પોસ્ટ દૂર કરવા મામલે ચર્ચા કરી હતી.આ મિટિંગમાં મહત્ત્વપૂર્ણ પોસ્ટ પર કરવામાં આવેલી પ્રોસેસ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકોના શારીરિક શોષણ અને અત્યાચાર સંબંધિત સામગ્રી પર બ્રેક મારવા તથા અન્ય નિયમો ઘડવા મુદ્દે ચર્ચા કરી હતી. 

મેટાના વરિષ્ઠ અધિકારીઓએ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ ચર્ચા કરી હતી. અડધો કલાક સુધી આ બેઠક ચાલી હતી. ફેસબુક પોસ્ટમાંથી વડા પ્રધાન મોદીની પોસ્ટ હટાવ્યા બાદ મંત્રાલયના અધિકારીઓએ મેટા કંપનીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. આ અંગે જાણ કરી હતી. 

વડા પ્રધાન મોદીની આ પોસ્ટમાં તેઓ પેપરલીક સંબંધીત વિષય પર દેશના યુવાનોને ખાતરી આપ્યા રહ્યા હતા. અમેરિકી કંપનીએ આ પોસ્ટ પર ટેક્નિકલ ગડબડ થઈ હોવાનું કહીને માફી માગી હતી. આ પછી કંપની અને સરકાર વચ્ચે વિવાદ થયો હતો.