Mon Oct 05 2026

Logo

નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં મહિલા પત્રકારો સાથે પોલીસ દુર્વ્યવહાર મુદ્દે પ્રિયંકા ગાંધીની આકરી પ્રતિક્રિયા

2026-10-04 15:48:42
Author: Chandrakant Kanoja
નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં મહિલા પત્રકારો સાથે પોલીસ દુર્વ્યવહાર મુદ્દે પ્રિયંકા ગાંધીની આકરી પ્રતિક્રિયા

નવી દિલ્હી: નવી દિલ્હીના જંતર મંતર પરના વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકારો સાથે પોલીસના દુર્વ્યવહારને લઇને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમજ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને આ મુદ્દે ધ્યાન આપવા અપીલ કરી છે. તેમણે ક્હ્યું કે પત્રકારોના વિરોધ છતાં કોઇ  પોલીસ ફરિયાદ પણ નોંધવામાં નથી આવી.  

પોલીસ દળની હાજરીમાં આ મહિલાઓ ભયમાં 

આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલી મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહી છે. તેમણે ટિપ્પણી કરી હતી કે જે પોલીસ દળની ફરજ સુરક્ષા પૂરી પાડવાની છે. ત્યારે  પોલીસ દળની હાજરીમાં આ મહિલાઓ ભય અનુભવે છે. 

પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ને સવાલ પૂછ્યા

તેમણે ક્હ્યું કે કોલેજની વિદ્યાર્થિનીઓથી લઈને પત્રકારો સુધીની તમામ મહિલાઓ ભય અનુભવે છે. એક ટ્વીટમાં પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ને સવાલ પૂછ્યા છે અને નોંધ લેવા અપીલ કરી છે. 

પોલીસ કર્મચારીઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ 

ઉલ્લેખનીય છે કે, આ અંગે એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે ત્રણ મહિલા પત્રકારોએ 3 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે સીઈસી  વિરુદ્ધના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. જેના  લીધે  દિલ્હી પોલીસે નિષ્પક્ષ તપાસ માટે તેમની ફરિયાદો ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે. શનિવારે  એક મહિલા પત્રકારે આરોપ લગાવ્યો હતો કે એક એસીપીએ  તેમની જાતીય સતામણી કરી હતી