Fri Sep 04 2026

Logo

મમતા બેનર્જીની મુશ્કેલી વધી, નકલી સહીના કેસમાં સીઆઇડી  TMC કાર્યાલયમાં પ્રવેશી

2026-06-09 18:33:13
Author: Chandrakant Kanoja
મમતા બેનર્જીની મુશ્કેલી વધી, નકલી સહીના કેસમાં સીઆઇડી  TMC કાર્યાલયમાં પ્રવેશી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ટીએમસી ધારાસભ્યો દ્વારા વિધાનસભાના નકલી સહીના કેસમાં તપાસનો ધમધમાટ વધ્યો છે. આ કેસમાં હવે સીઆઇડી ક્રાઇમની ટીમ ટીએમસી ઓફિસ પહોંચી છે. આ કાર્યવાહી સાંસદ અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીના નિવેદનના આધારે કરવામાં આવી રહી છે. સીઆઇડીની ટીમે કાર્યાલયમાં તપાસ હાથ ધરી હતી. 

હરીશ ચેટર્જી સ્ટ્રીટ સ્થિત પાર્ટી ઓફિસ પર પહોંચ્યા

આ સમય દરમિયાન સુરક્ષા કર્મચારીઓ અને એક પક્ષના નેતા વચ્ચે દલીલ થઇ હતી. ત્યારબાદ સીઆઇડી ટીમ અંદર પ્રવેશી હતી. આ અંગે મળતી માહિતી મુજબ સીઆઇડી અધિકારીઓ, કાલીઘાટ સ્ટેશનની પોલીસ અને મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મચારીઓ સાથે  બપોરે હરીશ ચેટર્જી સ્ટ્રીટ સ્થિત પાર્ટી ઓફિસ પર પહોંચ્યા હતા.

સીઆઇડીની કાર્યવાહી બાદ ટીએમસી ધારાસભ્યોના નકલી સહીઓના વિવાદની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. આ મામલો વિધાનસભા અધ્યક્ષને વિપક્ષના નેતા તરીકે માન્યતા મેળવવા માટે મોકલવામાં આવેલા પ્રસ્તાવ સાથે સંબંધિત છે.

અભિષેક બેનર્જી અને મમતા બેનર્જીને પણ સમન્સ પાઠવ્યું  

સીઆઇડીએ અભિષેક બેનર્જીના જવાબના આધારે  તપાસ શરૂ કરી છે. તેમણે કહ્યું હતું કે ધારાસભ્યોની સહીઓ આ જ પાર્ટી કાર્યાલયમાંથી મેળવવામાં આવી હતી.આ નિવેદનના આધારે સીઆઇડી  ટીમ સ્થળ પર પહોંચી છે. અભિષેક બેનર્જી હાલમાં મમતા બેનર્જી સાથે નવી દિલ્હીમાં છે. સીઆઇડીએ તેમને મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.