Sun Aug 23 2026

Logo

મહાશિવરાત્રિ પર જાણો જળ ચઢાવવાની સાચી રીત, નાનકડી ભૂલ પૂજાના ફળમાં પાડી શકે છે વિઘ્ન

2026-02-14 14:12:00
Author: Mayur Patel
Article Image

મહાશિવરાત્રિનું પર્વ 15 ફેબ્રુઆરીએ મનાવાશે. આ પર્વ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે જે ભક્તો વ્રત રાખે છે, રાત્રે જાગરણ કરે છે અને શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર અર્પણ કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન શિવને અર્પણ કરવામાં આવેલું જળ જીવનની અનેક અડચણો દૂર કરે છે તેમ કહેવાય છે. પરંતુ ઘણી વખત નાની ભૂલો પૂજાનું સંપૂર્ણ ફળ મળવાથી રોકે છે. 

જળાભિષેક કરતી વખતે આ વાતો રાખો ધ્યાનમાં

પ્લાસ્ટિકના વાસણનો ન કરો ઉપયોગઃ શાસ્ત્રોમાં તાંબા કે પીતળના પાત્રથી જળ ચઢાવવાની પરંપરા જણાવવામાં આવી છે. પ્લાસ્ટિક કે ગંદા વાસણથી જળ અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે. મહાદેવને જળ ચઢાવતી વખતે સ્વચ્છ પાત્રનો જ ઉપયોગ કરો.

તુલસી પત્ર ન ચઢાવોઃ ભગવાન શિવની પૂજામાં તુલસી પત્ર અર્પણ કરવામાં આવતું નથી. તુલીસનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. તેથી ભૂલથી પણ શિવલિંગ પર તુલસી ન ચઢાવો.

ચંપાનું ફૂલ અર્પણ ન કરોઃ ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંપાનું ફૂલ ભગવાન શિવની પૂજામાં વર્જિત છે. તેથી મહાશિવરાત્રિ પર તેને મહાદેવને અર્પણ કરવાથી બચો.

બિલિપત્ર ઉંધું ન રાખોઃ બિલિપત્ર હંમેશા ત્રણ પાન વાળું હોવું જોઈએ. તેને શિવલિંગ પર ઉંધું ન ચઢાવવું જોઈએ. તૂટેલું કે કીડાવાળું પણ બિલિપત્ર ન ચઢાવો.

જળ ચઢાવતી વખતે દિશાનું ધ્યાન રાખોઃ  જળાભિષેક કરતી વખતે ઉત્તર દિશા તરફ મુખ રાખવું શુભ માનવામાં આવે છે. ઉપરાંત જળ પણ ધીમે ધીમે અર્પણ કરો.

જળાભિષેકના જળનું ન કરો અપમાનઃ જે જળ શિવલિંગથી બહાર નીકળે છે તેને પવિત્ર માનવામાં આવે છે. તેના પર પગર રાખવો કે અપવિત્ર ન કરવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી. મુંબઈ સમાચાર આની પુષ્ટિ કરતું નથી.