Thu Sep 03 2026

Logo

હરિપ્રસાદ ચૌરસિયાને ડાગર ઘરાના પુરસ્કાર એનાયત કરવામાં આવશે...

2026-03-11 22:08:08
Author: Mumbai Samachar Team
હરિપ્રસાદ ચૌરસિયાને ડાગર ઘરાના પુરસ્કાર એનાયત કરવામાં આવશે...

ઉદયપુરઃ મહારાણા મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સમાજ પ્રત્યે સેવા, હિંમત અને સમર્પણના મૂલ્યોને પ્રોત્સાહિત કરનાર વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવે છે. જે અંતર્ગત સંગીત ક્ષેત્રમાં હરિપ્રસાદ ચૌરસિયાને ડાગર ઘરાના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત આ વર્ષે ડૉ. મોલી એમ્મા એટકેનને કર્નલ જેમ્સ ટોડ પુરસ્કાર, કમલેશ સિંહને હલ્દીઘાટી પુરસ્કાર અને  મારીમુથુ યોગનાથનને મહારાણા ઉદય સિંહ પુરસ્કાર મળશે.

પન્ના ધાઈ પુરસ્કાર કેપ્ટન પ્રણવ છાબરિયા, તેજસ ચવ્હાણ, મોહમ્મદ તાજ હયાત, કેથરિન વાર્શ્નેય, સુષ્મિતા ડેવિડ, ડેબોરાહ તાવારેસ અને ઇશા જયકરને આપવામાં આવશે. અન્ય સન્માનિત વ્યક્તિઓમાં વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખે, સુશ્રી પ્રીતિકા યાશિની,  ભુવનેશ જૈન,  તરુણ કુમાર દધીચ અને  અજય રાવતનો સમાવેશ થાય છે.

આ  ઉપરાંત શ્રીમતી ડિમ્પલ ચાંદત, શ્રીમતી અવની લેખરા, રામ રતન જાટ અને શ્રી રાજેશ વૈષ્ણવને પણ વિવિધ પુરસ્કારો આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, આ પુરસ્કારોની સ્થાપના વર્ષ 1980માં મેવાડના 75મા એકલિંગ દિવાન મહારાણા ભાગવત સિંહ મેવાડ દ્વારા કરવામાં આવી હતી. સમય જતાં, MMCF પુરસ્કારો સંસ્કૃતિ, સમાજ સેવા, શાસન, પર્યાવરણ સંરક્ષણ અને વારસા જાળવણી જેવા ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનારાઓને સન્માનિત કરતું એક મહત્વપૂર્ણ મંચ બની ગયું છે.