પ્રયાગરાજમાં દર 12 વર્ષે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. સનાતમ ધર્મની લોકો માટે મહાકુંભ મેળાનો અનુભવ ખૂબ જ યાદગાર હોય છે. પરંતુ મહાકુંભ મેળો રાત્રે અંતરિક્ષમાંથી કેવો દેખાય છે? આવો કોઈ દિવસ વિચાર કર્યો છે? નાસા અવકાશયાત્રી ડોન પેટિટે આંતરરાષ્ટ્રીય સ્ટેસ સ્ટેશનથી 2025ના મહાકુંભ મેળાની એક જોરદાર તસવીર શેર કરી છે. આ તસવીર જોઈને અત્યારે લોકો મહાકુંભ મેળાના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે.
ડોન પેટિટે આ તસવીર શેર કરતા ખુશી વ્યક્ત કરી
નાસા અવકાશયાત્રી ડોન પેટિટે આ તસવીર શેર કરીને ખુશી વ્યક્ત કરી અને સનાતન ધર્મના વખાણ પણ કર્યાં છે. નાસા અવકાશયાત્રી ડોન પેટિટ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં પ્રયાગરાજ રોશનીથી જગમગી રહ્યું છે અને મેળાનું મેદાન પણ અદ્ભૂત દેખાઈ રહ્યું છે. આ તસવીર મેળા વખતે લેવામાં આવી હતી, પરંતુ સોશિયલ મીડિયામાં હવે શેર કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, નાસા અવકાશયાત્રી ડોન પેટિટે આ તસવીરે આઈએસએસ પર રિસર્ચ માટે ગયાં ત્યારે લીધી હતી. તેઓ 11 સપ્ટેમ્બર 2024તી 19 એપ્રિલ 2025 સુધી તેઓ રિસર્ચ માટે આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન પર રહ્યાં હતાં.
My best shot of the 2025 Prayag Maha Kumbh Mela from ISS. It is a once in a 144 year Hindu pilgrimage to sacred riverbanks in India and one of the largest events in the world, with millions of people in this single photo! pic.twitter.com/O8OtGTfeul
— Don Pettit (@astro_Pettit) August 20, 2026
તમને જણાઈ દઈએ કે, સ્પેશ સ્ટેશન આશરે 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની પરિક્રમા કરે છે. આ ગતિએ કોઈ નિશ્ચિત જગ્યાની તસવીર લેવી ખૂબ જ મુશ્કલે રહેતી હોય છે. પરંતુ અવકાશયાત્રી ડોન પેટિટ ખાસ પ્રકારના કેમેરોની ઉપગોય કરીને અવકાશમાંથી મહાકુંભના ભવ્ય નજારાને ફોટોાં કેદ કરવામાં સફળ રહ્યાં અને એક શાનદાર તસવીર તેમણે કેમેરામાં કેદ કરી લીધી! જેની અત્યારે ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
ડોન પેટિટે આ તસવીરેને પોતાની બેસ્ટ તસવીર ગણાવી
મહત્વની વાત એ છે કે, અવકાશયાત્રી ડોન પેટિટે આ તસવીરેને પોતાની બેસ્ટ તસવીર ગણાવી છે. અવકાશયાત્રી ડોન પેટિટે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ભારતની પવિત્ર નદીઓના કિનારે આયોજિત આ મેળામાં લાખો લોકો આવે છે. આ દુનિયાના સૌથી મોટા આયોજનોમાંથી એક માનવામાં આવે છે.