Sun Jul 26 2026

Logo

LPG અછતને કારણે મોબાઇલ નેટવર્ક પણ કરશે 'ડાઉન', જાણો કારણ?

2026-03-13 20:46:15
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટના સંઘર્ષે દુનિયાભરની મહાસત્તાઓની ઊંઘ ઉડાડી છે, ત્યારે ભારતમાં પણ ગેસ અને LPG સિલિન્ડરની અછત છે. જાહેર જનતા ફરી લાઈનોમાં ઉભી છે. જનતા નોટબંધી જેવો જ અનુભવ કરી રહી છે. 
કાળઝાળ ગરમીમાં ભૂખ અને તરસ ભૂલીને નાના-મોટા લોકો એક સિલિન્ડર માટે લાઈનમાં ઉભા રહે છે, પરંતુ આ મુદ્દો ફક્ત રસોઈગેસ પૂરતો મર્યાદિત નથી. LPG સપ્લાય બંધ થવાને કારણે બીજું એક મોટું સંકટ ઊભું થયું છે. એવો ભય છે કે તમારા ખિસ્સામાં રહેલા મોબાઇલનું નેટવર્ક ગાયબ થઈ શકે છે. ડેટા અને કોલિંગ બંધ થવાની શક્યતા છે. ફોન પર સિગ્નલ ગાયબ થવાની શક્યતા છે. જાણો હકીકત શું છે

શું મોબાઇલ ટાવર બંધ થઈ જશે?

તમે વિચારી રહ્યા હશો કે મોબાઇલ ટાવરનો LPG સાથે શું સંબંધ છે? ટાવર બનાવતી કંપની ગેલ્વેનાઇઝેશનને પ્રક્રિયા પૂર્ણ કરવા  માટે મોટી માત્રામાં LPG અથવા LNGનો ઉપયોગ કરવો પડે છે. આ પ્રક્રિયા ટાવરને કાટથી મુક્ત રાખવામાં ઉપયોગી છે. તે ટાવરનું આયુષ્ય પણ વધારે છે. 

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે એક આદેશ જારી કર્યો છે. જે મુજબ, હાલમાં, સરકારી કંપનીઓ ફક્ત ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતાના આધારે LPG સપ્લાય કરી રહી છે, તેથી 5 માર્ચ, 2026થી ટાવર બનાવતી કંપનીઓએ ગેસ સપ્લાય બંધ કરી દીધો છે.

ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર એસોસિએશન (DIPA), જેમાં ઇન્ડસ ટાવર્સ અને વોડાફોન-આઇડિયા જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે, તેમણે સરકારને ચેતવણી આપી છે કે જો ગેસ ઉપલબ્ધ ન થાય તો ટાવર બનાવતા પ્રોજેક્ટ્સ બંધ કરવા પડી શકે છે. 

જો આ પ્રોજેક્ટ્સ બંધ થઈ જશે, તો તેને ફરીથી શરૂ કરવા મુશ્કેલ બનશે અને હાલના મોબાઇલ ટાવર્સ પરનો ભાર વધશે અને જાળવણીના અભાવે સેવા જાળવી શકાશે નહીં. નેટવર્ક જામનું પ્રમાણ  વધશે. કોલ્સ ઠપ થઈ જશે અને ઇન્ટરનેટની ગતિ ધીમી પડી જશે.

ફક્ત કોલિંગ જ નહીં પરંતુ 5G સેવાઓ પણ પ્રભાવિત થશે. આ નવા સંકટથી બેંકિંગ સેવાઓ, બેંકિંગ વ્યવહારો, ઓનલાઈન શિક્ષણ, ઓનલાઈન ચુકવણીઓ અને સુરક્ષા સંબંધિત તમામ સિસ્ટમો પ્રભાવિત થશે. જ્યારે વીજ પુરવઠો બંધ થઈ જાય છે, ત્યારે ટાવર ચલાવવા માટે ડીઝલ જનરેટરનો ઉપયોગ કરવો પડે છે. હવે, કંપનીઓ મોટા સંકટનો સામનો કરી રહી છે કારણ કે તેમને ટાવરના ઉત્પાદન અને જાળવણી માટે ગેસ પુરવઠો મળી રહ્યો નથી.