Sun Aug 23 2026

Logo

રાંધણ ગેસ સીલિન્ડર વાપરો છો ? તો આ કામ કરી લો નહિંતર 17મીથી સિલિન્ડર નહીં મળે..........

2026-08-11 08:58:00
Author: Mumbai Samachar Team
Article Image

નોઈડાઃ LPG સિલિન્ડરની ઈ-કેવાયસી નહીં કરાવી હોય તો  ગેસ ક્નેક્શન સસ્પેન્ડ થઈ શકે છે. ઈન્ડેન, HP અથવા ભારતગેસ કંપનીના ગેસ સિલિન્ડર પર આ પોલિસી લાગુ કરવામાં આવી છે.આ સમગ્ર વિષય પર જે તે ગેસ કંપનીઓ પોતાના ગ્રાહકોને SMS દ્વારા જાણ કરી રહી છે.

16 ઓગસ્ટ સુધીમાં આ અંગેનું કામ પૂણ થયું નહીં હોય તો ગેસ ક્નેક્શન સસ્પેન્ડ થઈ શકે છે. આ પછી ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ગેસ કંપનીઓ પાસે પોતાના રજીસ્ટર્ડ ગ્રાહકોના મોબાઈલ નંબર છે તેથી તે પોતાના ગ્રાહકોને હાલમાં આ અંગે મેસેજ મોકલીને અપગ્રેડ કરાવવા માટે જાણકારી આપી રહી છે. આનાથી એક સિસ્ટમેટિક ડેટાબેઝ તૈયાર કરવાની કંપનીઓની તૈયારીઓ છે. 

ગેસની ખરીદીને અસર થશે
કેટલીક કંપનીઓએ ટ્વિટર પર આ અંગેની માહિતી પોસ્ટ કરીને પોતાના ગ્રાહકોને જાણકારી આપી છે, આ પ્રોસેસ નહીં કરી હોય તો ગેસની ખરીદી કરી શકાશે નહીં. એટલે કે, નક્કી કરેલા દર કરતા મોંઘા ભાવે ગેસનો બાટલો ખરીદવો પડી શકે એમ છે. મંગળવારથી (તા.11 ઓગસ્ટ 2026) ગણતરી કરીએ તો છ દિવસનો સમય બાકી રહે છે. હાલમાં રાજધાની દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 942રૂ. છે જ્યારે કૉલકાતામાં આ જ સિલિન્ડરની કિંમત 968રૂ. છે.

મુંબઈમાં સિલિન્ડનો  ભાવ 941.50 રૂ. છે. ચેન્નઈમાં 957 રૂ. ભાવ છે. કંપનીઓએ એ પણ જણાવ્યું છે કે, ઘરબેઠ જ ઈ કેવાયસીની વિગત કેવી રીતે અપગ્રેડ કરી શકાશે. ગ્રાહક પોતાના જે તે ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ પાસે જઈને પણ અને સિલિન્ડર ડિલેવરી કર્મચારી પાસે પણ અંગેની અપડેટ કરાવી શકે છે. 

આ રીતે ઓનલાઈન અપડેટ થશે કેવાયસી
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત દર વર્ષે લાખો લોકોને ફાયદો થઈ રહ્યો છે. ખાસ કરીને LPG ગેસના સિલિન્ડરમાં રિફિલ પર રૂ.300 ડાયરેક્ટ બેનિપિટ ટ્રાંસફર કરવામાં આવે છે. આર્થિક રીતે ફાયદો થતા લાભાર્થીઓને એક બચત તરીકે પણ આને જોવામાં આવે છે. સ્માર્ટફોન યુઝર્સ તેમના ફોન પરથી સીધા જ તેમના LPG e-KYC પૂર્ણ કરી શકે છે. આ કરવા માટે, ફોન પર ગેસ કંપનીની સત્તાવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. આગળ, તમારા LPG કનેક્શન સાથે લિંક કરેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને એપ્લિકેશનમાં લોગ ઇન કરો. પછી, ફોન પર 'આધાર ફેસઆરડી' એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનનો ઉપયોગ ચહેરાના ચકાસણી માટે કરવામાં આવશે.

હવે, ગેસ કંપનીના એપ્લિકેશન મેનૂમાં 'પ્રોફાઇલ' પર નેવિગેટ કરો અને 'e-KYC / Re-KYC' પર ક્લિક કરો. પછી એપ્લિકેશન કેમેરાને ઓન થશે. ચહેરાને સારી લાઇટિંગમાં મૂકો અને તમારી આંખો ઝબકાવશો. એકવાર ચકાસણી પૂર્ણ થઈ ગયા પછી, OTP દાખલ કરો અને ફોર્મ સબમિટ કરો. તમારી e-KYC પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ તમને 15 ઓગસ્ટ પછી પણ ગેસ રિફિલ બુક કરવા અને સિલિન્ડર ડિલિવરી પ્રાપ્ત કરવા સક્ષમ બનાવશે.