Sun Sep 06 2026

Logo

દીપડાઓ પર 'ક્રૂરતા': અહિલ્યાનગરમાં સાંકડા પાંજરામાં કેદ 21 દીપડાઓની હાલત કફોડી

2026-03-03 14:56:00
Author: savan Zalariya
દીપડાઓ પર 'ક્રૂરતા': અહિલ્યાનગરમાં સાંકડા પાંજરામાં કેદ 21 દીપડાઓની હાલત કફોડી

અહલ્યાનગર: છેલ્લા કેટલાક મહિનાથી અહિલ્યાનગર જિલ્લામાં દીપડાના માનવ વસ્તીમાં ઘુસી જવા અને માણસો પર હુમલાના બનાવોમાં વધારો થયો છે, વન વિભાગ દીપડાને પકડવા સતત કાર્યવાહી કરી રહ્યું છે. એવામાં અહેવાલ છે કે પાંજરમાં પુરાવામાં આવેલા દીપડાનું વન વિભાગ ધ્યાન રાખી રહ્યું નથી, જેને કારણે વન્યજીવ પ્રેમીઓમાં રોષની લાગાણી છે.

બીડ જીલ્લામાં સ્થિત જીવદયા ફાઉન્ડેશને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન ભુપેન્દ્ર યાદવને પત્ર લખ્યો છે, પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અહિલ્યાનગર જિલ્લામાં પકડવામાં આવેલા 21 દીપડાઓને છેલ્લા બે થી ત્રણ મહિનાથી ખુબ જ સાંકડા પાંજરામાં પુરાવામાં આવ્યા છે. વન્યજીવ પ્રેમીઓ દીપડા સાથે થઇ રહેલા વ્યાવહારને વાન્ય જીવો પર થઇ રહેલો અત્યાચાર ગણાવી રહ્યા છે.

દીપડા માંડ ઉભા રહી શકે એટલી જ જગ્યા છે:
પત્રમાં જણાવવામાં આવ્યું કે દીપડા-માનવ સંઘર્ષમાં ટાળવા માટે મહારાષ્ટ્રના વન વિભાગ દ્વારા દીપડાઓને પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દીપડાઓને પાંજરામાં પુરવામાં આવ્યા છે, પરંતુ તેમને પરત જંગલમાં છોડવામાં આવ્યા નથી. દીપડાને સાંકડા પાંજરામાં પુરાવામાં આવ્યા છે, પાંજરામાં દીપડા માંડ ઉભા રહી શકે એટલી જ જગ્યા છે. દીપડાઓની હાલત ખૂબ જ દયનીય છે, તેઓ પીડામાં છે અને ચીસો પાડી રહ્યા છે. 
 

દીપડા બીમાર પડી રહ્યા છે:
પત્રમાં આપવામાં આવેલી જાણકરી મુજબ અહિલ્યાનગર જિલ્લાના વડગાંવ સાવતાલ તાલુકાના પારનેર જંગલ વિસ્તારમાં 19 દીપડા અલગ અલગ પાંજરામાં કેદ છે. તડકામાં પાંજરાને ગરમ થવાને કારણે દીપડા બીમાર પડી રહ્યા છે. એક બીમાર દીપડાને નાસિકના વન્યજીવન રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવાની ફરજ પડી છે. શક્ય છે કે કેદ કરાયેલા કેટલાક માળા દીપડા ગર્ભવતી હોય.

વન વિભાગ સમક્ષ માંગ:
પત્રમાં સંવેદનશીલ નાગરિકો, પર્યાવરણવાદીઓ, વન્યજીવ પ્રેમીઓ અને સંરક્ષણવાદીઓ વન વિભાગની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, આ વયવહારને અમાનવીય ગમાવી રહ્યા છે. પત્રમાં માંગ કરવામાં આવી કે દીપડાને પાંજરામાંથી છોડીને જંગલ વિસ્તારમાં મુક્ત કરવા જોઈએ અથવા તેમને સંરક્ષિત વન વિસ્તારો, અભયારણ્યો અથવા સલામત આશ્રયસ્થાનોમાં આશ્રય આપવો જોઈએ. 

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી 2 દીપડાના પાંજરામાં જ મોત થઇ ચુક્યા છે, એક દીપડાની હાલાત ગંભીર છે.

વન વિભાગની દલીલ:
મહારાષ્ટ્રના વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે હાલની ફેસિલિટીમાં જગ્યાના અભાવને કારણે દીપડાને અહીં રાખવામાં આવ્યા છે. જો કે દીપડા પૂરતી સંભાળ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને નવા રેસ્ક્યુ સેન્ટર બનાવવા માટેની અરજી આપવામાં આવી છે. નાશિક અને અહમદનગર જિલ્લામાં લગભગ 60 એન્કલોઝર બનાવવામાંની કામગીરી કરવામાં આવી રહી છે.