Tue Jul 21 2026

Logo

ફ્રાન્સના ઍમ્બપ્પેનો ફિફાની આ ટ્રોફી જીતવામાં વર્લ્ડ રેકૉર્ડ

New York City   2026-07-20 19:46:04
Author: Ajay Motiwala
Article Image

FIFA


ન્યૂ યૉર્કઃ ફિફા વર્લ્ડ કપ-2026માં ફ્રાન્સની ટીમ સેમિ ફાઇનલમાં સ્પેન સામેના 0-2ના માર્જિનના ખરાબ પર્ફોર્મન્સ બદલ હારી જતાં ફાઇનલથી વંચિત રહી ગયું અને ત્યાર બાદ બ્રૉન્ઝ મેડલ માટેના મુકાબલામાં ઇંગ્લૅન્ડ સામે 4-6ના તફાવતથી પરાજિત થતાં છેક ચોથા નંબર પર રહ્યું, પરંતુ ફ્રાન્સના જ સુપરસ્ટાર ખેલાડી કીલિયાન ઍમ્બપ્પેએ `ગોલ્ડન બૂટ' અવૉર્ડ જીતીને દેશને થોડી આબરૂ પાછી અપાવી છે. ઍમ્બપ્પે (Mbappe) સતત બે વર્લ્ડ કપમાં `ગોલ્ડન બૂટ' અવૉર્ડ જીતનાર વિશ્વનો પહેલો જ ફૂટબોલર છે.

વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને `ગોલ્ડન બૂટ' (Golden Boot) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે અને રવિવારે સ્પેન-આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ બાદ ઍમ્બપ્પેને આ અવૉર્ડ અપાયો હતો. તેણે આ વખતના વર્લ્ડ કપમાં હાઇએસ્ટ 10 ગોલ કર્યા હતા. તેણે આર્જેન્ટિનાના લિયોનેલ મેસી (આઠ ગોલ)ને પાછળ રાખીને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવી લીધો હતો. મેસીએ રનર-અપની ટ્રોફી ઉપરાંત બીજી બે ટ્રોફી સહિત કુલ ત્રણ ટ્રોફી અને ઍમ્બપ્પેએ કુલ બે ટ્રોફી મેળવી હતી.

રવિવારે ફાઇનલમાં સ્પેને 106ઠ્ઠી મિનિટના ફેરન ટૉરેસના ગોલની મદદથી આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું હતું. 

વર્લ્ડ કપમાં કોને કઈ ટ્રોફી મળી

વર્લ્ડ ચૅમ્પિયનઃ સ્પેન
રનર-અપઃ આર્જેન્ટિના
ત્રીજું સ્થાનઃ ઇંગ્લૅન્ડ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 433 (@433)

ગોલ્ડન બૂટ (સૌથી વધુ ગોલ)ઃ (1) કીલિયાન ઍમ્બપ્પે (ગોલ્ડન બૂટ), ફ્રાન્સ, 10 ગોલ (2) લિયોનેલ મેસી (સિલ્વર બૂટ), આર્જેન્ટિના, આઠ ગોલ (3) જ્યૂડ બેલિંગમ (બ્રૉન્ઝ બૂટ), ઇંગ્લૅન્ડ, સાત ગોલ

FIFA

ગોલ્ડન બૉલ (બેસ્ટ પ્લેયર)ઃ (1) રૉડ્રી (ગોલ્ડન બૉલ), સ્પેન (2) લિયોનેલ મેસી (સિલ્વર બૉલ), આર્જેન્ટિના (3) કીલિયાન ઍમ્બપ્પે (બ્રૉન્ઝ મેડલ), ફ્રાન્સ

ગોલ્ડન ગ્લવ (બેસ્ટ ગોલકીપર)ઃ ઉનઈ સાયમન (સ્પેન)

FIFA 2026

બેસ્ટ યંગ પ્લેયરઃ પૉઉ ક્યૂબર્સી (સ્પેન)

ફાઈનલનો મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર: ફેરન ટૉરેસ (ગોલકર્તા, સ્પેન)

ફિફા ફેરપ્લે અવૉર્ડઃ નેધરલૅન્ડ્સ