Mon Sep 07 2026

Logo

કીર્તિ પટેલના જામીન મંજૂર, આવતીકાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થશે

2026-02-23 21:05:57
Author: Pooja Shah
કીર્તિ પટેલના જામીન મંજૂર, આવતીકાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થશે

અમદાવાદઃ વિવાદાસ્પદ ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલને રૂ.20 લાખની ખંડણીના કેસમાં કોર્ટે રાહત આપી હતી. કોર્ટે તેના જામીન મંજૂર કર્યા હતા. કીર્તિના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામા આવી હતી. બન્ને પક્ષની દલીલો બાદ કોર્ટે તેને જામીન આપ્યા હતા. 

કીર્તિ પર એક જ કેસ નથી, પરંતુ ભવનાથ પોલીસ સ્ટેશનમાં પણ તેને હાજર રહેવાનો આદેશ આપવામા આવ્યો છે. આવતીકાલે સવારે 11 વાગ્યે તેણે જૂનાગઢ ખાતે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો. 

વિવાદોમાં રહેતી કીર્તિએ શિવરાત્રીની રાત્રે ભવનાથમાં મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. ત્યારબાદ તેનાં પર અલગ અલગ ત્રણ કેસ નોંધાયા હતા. ફરિયાદ નોંધાતા રાજસ્થાન ભાગી ગયેલી ઈન્ફ્લુએન્સરને પોલીસે રવિવારે પકડી હતી અને સોમવારે કોર્ટમાં હાજર કરી હતી. કોર્ટમાં જતા પહેલા કીર્તિએ રડતા રડતા મીડિયા સાથે વાત કરી હતી, આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.