Sun May 24 2026

Logo

કુંવારા લોકો માટે સારા સમાચાર: આજથી ખરમાસ સંપન્ન, 20મી એપ્રિલથી રેલાશે શરણાઈના સૂર, જુલાઈ સુધી લગ્નના 38 મુહૂર્ત...

2026-04-14 13:33:00
Author: Darshana Visaria
Article Image

 

આજે એટલે કે 14મી એપ્રિલ, 2026ના રોજ ગ્રહોના રાજા સૂર્યએ મેષ રાશિમાં ગોચર કરતાં જ એક મહિનાથી ચાલી રહેલાં ખરમાસ એટલે કે કમૂર્તા પૂર્ણ થઈ ગયા છે. હિન્દુ ધર્મમાં ખરમાસ દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે, તેથી લોકો લાંબા સમયથી લગ્નના શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા. ચાલો જોઈએ હવે લગ્નના કેટલા મુહૂર્ત છે, તેમ જ ક્યારે શરણાઈના સૂર રેલાશે... 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 14મી એપ્રિલના રોજ સવારે 11.45 કલાકે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશતા જ માંગલિક કાર્યો પરનો પ્રતિબંધ હટી ગયો છે. 20 એપ્રિલથી વિધિવત રીતે લગ્નના મુહૂર્ત શરૂ થઈ રહ્યા છે. જોકે, ભલે આજે ખરમાસ પૂરો થયો હોય પણ લગ્નનું પહેલું મુહૂર્ત તો 6 દિવસ બાદનું જ છે. આનો અર્થ એવો છે કે પૈણું પૈણું કરી રહેલાં વરઘોડિયાઓએ હજી થોડી રાહ તો જોવી પડશે. 

બનારસી પંચાંગ મુજબ આ વર્ષે લગ્નના કુલ 38 શુભ મુહૂર્ત છે, જ્યારે મિથિલા પંચાંગ મુજબ 21 જેટલા લગ્ન શુભ છે. પરિણામે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આ દિવસોમાં મોટી સંખ્યામાં લગ્નો વગેરે શુભ કાર્ય સંપન્ન થશે. 

ચાલો જોઈએ આ વર્ષે કયા મહિને કેટલા શુભ મુહૂર્ત છે-
* એપ્રિલ, 2026: 19,20,21, 25, 26, 27, 28, 29 અને 30મી એપ્રિલ
* મે, 2026: 1, 3, 4, 5, 6, 7, 8સ 12, 13, 14 
* જૂન, 2026: 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29
* જુલાઈ, 2026: 1, 2, 6, 7, 8, 12 

કેમ અત્યારે લગ્ન કરવા જરૂરી?
જુલાઈ મહિના બાદ ચાતુર્માસ શરૂ થઈ જશે, જેના કારણે ફરીથી ચાર મહિના સુધી માંગલિક કાર્યો પર બ્રેક લાગી જશે. તેથી, એપ્રિલથી જુલાઈ સુધીનો સમય લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન અને જનોઈ બદલાવવા જેવા શુભ તેમ જ માંગલિક કાર્યો કરવા માટે એકદમ ઉત્તમ સમય છે.