Mon Jun 15 2026

Logo

અલખનો ઓટલોઃ કેશવ રચિત ‘પાંડવોનો આંબો’ કથાત્મક ભજન...

2026-06-15 09:01:00
Author: Dr. Niranjan RajyaGuru
Article Image

 

ડૉ. નિરંજન રાજ્યગુરુ

પાવનકારી એવો પુરુષોત્તમ માસમાં ગવાતાં ધોળ અને કીર્તનોમાં ‘પાંડવોનો આંબો’ પ્રસંગને લઈને આપણે ત્યાં ઘણા સંત-ભક્ત કવિઓએ જે પદ્ય રચનાઓ આપી છે તેમાંથી ગયા લેખમાં કલા ભગતની ધોળ રચના આપેલી, આજે કવિ કેશવરામ રચિત કથાત્મક ભજન લેવું છે.

ધન ઘડી, ધન આનંદ, લીલા, મારા ગોરજી મોલ પધાર્યા, 
દુર્યોધન દુરવાસાને તેડાવે, તમેં છો ગોર અમારા ;
પાંચ પાંડવને સતે સરાપો, પછી મોલ પધારોને મારા..
દુરવાસા કહે તું સુણ દુરજોધન, વાત લેજે વિચારી
પાંચ પાંડવ છે દેવ સ્વરૂપી, તું છે ભારી એહંકારી 
જે વસ્તુ માંગશું તે લાવી આપશે, પાંડવ નહીં જાય સત હારી... 
ભુંજેલ બી રાજા દુર્યોધન ભેજે, શત્રુની કરવા ખુવારી;
ભુંજેલા બીજ ભૂમિમાં નહીં ઊગે, પાંડવ જાશે સત હારી... 
દુર્વાસા મુનિ જ્યારે દ્વાારે પધાર્યા, પાંડવ દિયે આદર ભાવ સવાયા
પ્રદક્ષિણા કરી મુનિને પાયે લાગ્યા, માતા કુંતા એ પૂજન કરિયાં,
ચરણ ધોઈ ચરણામૃત લીધાં, કહો ગોર દાદા ઈચ્છા તમારી 
વાવો આંબો રસના જમણ જમીએ, પ્રભુ પત રાખે તમારી... 
રૂષિનાં વચન રાયે સાંભળ્યાં, મનમાં ચિંતા ધારી ;
વાવો આંબો સતનાં જળ સીંચી, પ્રભુ પત રાખે તમારી...
માતા કુંતા કહે હું સાતમાં સમ લેખે, કહેવા ઉપર ઉપકારી ;
મારા ને મારી બેનના એક કરી જાણ્યા હોય તો, ઉગે આંબો મોરારી... 
ઊગ્યો આંબો ને અરજુન બોલ્યા, હું છું નર નીમા ધારી;
ભાગ્યા જીવ વાંસે ઘા નવ કીધો હોય તો, આંબા પાન પસારી... 
આંબે પાન આવ્યાં ને સહદેવ બોલ્યા, હું છું નર નીમા ધારી ;
વણ પૂછ્યા મેં જોશ જોયા હોય તો આંબા ડાળ પસારી... 
આંબે ડાળ આવી ને નકુળ બોલ્યા, હું છું નર નીજારી ;
ત્રણવાર મેં અવની ઊટાંકી હોય તો, આંબા કોલ પસારી...
આંબે કોલ બેઠાં ને ભીમ બોલ્યા, ભોજન જમું બહુ ભારી ;
પંચાળીનાં ચીર જ્યારે દુ:શાસને તાણ્યાં, તિયારે વચને રચ્યો 
તો હું વારી... 
આંબે ફળ લાગ્યાં ને રાજા ધરમ બોલ્યા, હું છું નર નિમાધારી;
શત્રુ ને મિત્ર મેં એક કરી જાણ્યો હોય તો, આંબા ગણ હારી..
ઉતરી આંબા અસુર દેખે, દ્રૌપદિએ આશ પસારી;
પાંડવો ને ઘેર આનંદ વર્ત્યો, ગૌર સોઈ જમે બહુ ભારી... 
પાંચે પાંડવ છે રાજા પંડ રૂખના, બહુ છે આત્મહારી;
ખેહ હોજો પાંડવોના દુશમનની, જગો જગનું તન મારી... 
પાંચ પાંડવ ને માતા કુંતા, દ્રૌપદિ અવિચળ નારી ;
પાંડવોની પ્રતિગ્યા હરિએ પાળી, કેશવ બોલ્યા બલિહારી...