Thu Sep 03 2026

Logo

યુપીના કાસગંજમાં વિમાન ક્રેશઃ હાઈવે નજીક પડ્યું એરક્રાફ્ટ, મહિલા પાઈલટ ઘાયલ

2026-06-29 19:07:11
Author: Vimal Prajapati
યુપીના કાસગંજમાં વિમાન ક્રેશઃ હાઈવે નજીક પડ્યું એરક્રાફ્ટ, મહિલા પાઈલટ ઘાયલ

X


કાસગંજ: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અલીગઢ એરપોર્ટ પરથી ઉડાન ભરેલું ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ 'ચેતક એવિએશન'નું એક ટ્રેઈની અરક્રાફ્ટ આજે સાંજે ચાર વાગ્યે કાસગંજમાં પોલીસ લાઈનની પાછળ, નિર્માણાધીન બરેલી-મથુરા હાઈવેના કિનારે ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. 

ટેકનિકલ ખામી બાદ વીજળીના તાર સાથે અથડાયું વિમાન

પ્રાપ્ત વિગતો અનુસાર, પ્લેન જ્યારે કાસગંજ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેમાં અચાનક કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. હવામાં જ ગરબડ થવાના કારણે એરક્રાફ્ટે બચાવ માટે આકાશમાં એક-બે ચક્કર પણ લગાવ્યા હતા. પરંતુ કમનસીબે, વિમાન નીચી ઊંચાઈ પર હોવાથી હાઈ-ટેન્શન વીજળીના તાર સાથે અથડાઈ ગયું અને સીધું રોડ કિનારે ખાબક્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

આ વિમાનમાં માત્ર એક જ મહિલા તાલીમી પાઇલટ સવાર હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માતમાં પ્લેનનો કચ્ચરઘાણ વળી ગયો છે. આ દુર્ઘટનામાં પ્લેન ઉડાવી રહેલા 27 વર્ષીય મહિલા તાલીમી પાઇલટ કાયનાત ખાન ગંભીર રીતે જખમી થયા છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ ફોર્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાયનાત ખાનને તાબડતોબ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ અલીગઢથી એવિએશન કંપનીની એક્સપર્ટ ટીમ અને ઉચ્ચ અધિકારીઓ પણ કાસગંજ પહોંચી ગયા છે.