Fri Jul 03 2026

Logo

આ વખતે કપિલ શર્માના શોની પાંચમી સિઝન આવી રહી છે, પણ થશે મોટો ફેરફાર

2026-07-03 18:35:19
Author: Mumbai Samachar Team
Article Image

The Great Indian Kapil Show


મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા પોતાનો એક નવો શૉ લઈને આવી આવી રહ્યો છે. આ નવા શૉ માટેના શુટિંગ આગામી સમયમાં શરૂ થવાના છે. આ શૉના ફોર્મેટ અને ગેસ્ટને લઈને કેટલીક વિગત સામે આવી છે. 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ'ની પાંચમી સીઝન શરૂ થવાની છે. આ માટે શુટિંગ પણ ધીમે ધીમે શેડ્યુલ થઈ રહ્યું છે. દમદાર ઓબઝર્વેશન અને એકથી એક દમદાર કોમેન્ટથી કોમેડી કરનાર કપિલ શર્મા વધુએ નવા શૉનું નિર્માણ કરી રહ્યો છે. બે વર્ષથી એનો શૉ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થઈ રહ્યો હતો. આ શૉની હવે પાંચમી સીઝન આવી રહી છે. સીઝનને લઈને શુટિંગની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. 

ઓગસ્ટમાં શરૂ થશે શુટિંગ
નવી સીઝનના શુટિંગ માટે કેટલીક પ્રાથમિક તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો જણાવે છે કે, આગામી ઓગસ્ટ મહિનામાં આ નવી સીઝન માટેનું શુટિંગ શરૂ થશે અને પછી તેને નેટફ્લિક્સ પર સ્ટ્રિમ કરવામાં આવશે. નવી સીઝનમાં કપિલ સાથે કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, સુનીલ ગ્રોવર અને રાજીવ ઠાકુર જેવા કોમેડી કલાકાર જોવા મળશે. આ તમામ શૉને એક નવી ઊંચાઈ પર લઈ જશે. કોમેડીનો વધુ એક મસ્ત ડોઝ આપશે. જજ તરીકે નવજોતસિંહ સિદ્ધુ અને અર્ચના પૂરનસિંહ યથાવત રહેશે. આનો સીધો અર્થ એ થયો કે, નવી સીઝનમાં કપિલની ટીમમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત શૉના ફોર્મેટમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. 'ધ કપિલ શર્મા શૉ' પહેલા ટીવી પર આવતો હતો. એ પછી 'કોમેડી નાઈટ વીથ કપિલ' શૉ શરૂ થયો હતો. 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ'ની પહેલી સીઝન 30 માર્ચ 2024ના રોજ નેટફ્લિક્સ પર આવી હતી. 

The Great Indian Kapil Show

પાંચમી સીઝનમાં મહેમાન કોણ?
નેટફ્લિકસ પર ચાર સીઝન આવી ચૂકી છે અને હવે પાંચમી સીઝન આવી રહી છે. ચારેય સીઝનને દર્શકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. નવી સીઝનમાં ક્રિકેટ, સિનેમા, સંગીત ક્ષેત્ર, બિઝનેસ જેવા સેક્ટરમાંથી કોઈ મોટી હસ્તી મહેમાન તરીકે આવી શકે છે. શૉની થીમ કઈ રહેશે એના પર હજુ કોઈ વિગત સામે આવી નથી. ચોથી સીઝનના ફાયનલ એપિસોડમાં વરૂણ ધવન અને પિતા ડેવિડ ધવન મહેમાન તરીકે આવ્યા હતા. આ વખતે કોઈ સિરિયલના કલાકારને પણ ચાન્સ મળે એવી પૂરી શક્યતાઓ છે.ટીમ કપીલ શર્માના ઈન્સ્ટાગ્રામ પર કપિલનો એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના પર 8 લાખથી વધારે લાઈક્સ છે. ફેન્સ મન મૂકીને કોમેન્ટ કરી રહ્યા છે. પહેલા એપિસોડમાં કોણ આવશે એ પણ હજુ સુધી નક્કી નથી. પ્રાથમિક શુટિંગ શરૂ થયા બાદ કેટલીક વિગત સામે આવે એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.