નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મંડીના ભાજપના સાંસદ કંગના રણૌતે શનિવારે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કૉ-ઑર્ડિનેશન મોનિટરિંગ કમિટી(DISHA)ની બેઠકમાં કેટલાક લોકોના ક્લાસ લઈ લીધા હતા. આ બેઠકમાં સાંસદે ફંડને લઈને વાત કરી હતી. ફંડનો ઉપયોગ યોગ્ય રીતે ન થવાની વાત કહી હતી. બેઠકમાં આવેલા અધિકારીઓને આકરા મિજાજમાં ટકોર કરતા કહ્યું હતું કે, મારી સામે ખોટી બહાનાબાજી ન કરો.આ બેઠકમાં કંગના એ પોતાનો આકરો મિજાજ બતાવ્યો હતો.
ફાલતું બહાનાબાજી નહીં ચાલે
કડક સ્વરમાં સાંસદે કહ્યું હતું કે, પોતાના વિસ્તારના વિકાસ માટે મળતા ફંડનો ખૂબ ઓછો ઉપયોગ થઈ રહ્યો છે. જે યોગ્ય નથી. અધિકારીઓના ક્લાસ લેતા ઉમેર્યું કે, સાંસદનું કામ ફંડ આપવાનું હોય છે. માર્ચ-એપ્રિલ સુધી 11 કરોડમાંથી મંડી વિસ્તારમાં માત્ર 1 કરોડ રૂપિયાનો ઉપયોગ પણ થયો નથી. આસપાસના વિસ્તાર તો શું મંડીમાં જ 50થી 60 લાખ જેટલી રકમ પણ ખર્ચાઈ નથી.
મંત્રાલયમાંથી કેટલાક પત્રો મોકલવા પડ્યા છે. શું એમને કોઈ કામ નથી કે શું? દૈનિક ધોરણે મંત્રાલયની કચેરીઓમાં બેસી રહેવાથી કંઈ થવાનું નથી. જો મને તમારી ઓફિસ એક દિવસ માટે પણ મળી જાય તો તમામ કામ કરીને બતાવી આપું. તમે કોઈ મારી વાત જ સાંભળતા નથી. આ બધી ફાલતુ બહાનાબાજી છે. આવી બહાનાબાજી મારી સામે કરવી નહીં. દર વખતે દિશા કમિટીની બેઠકમાં બાહાનાબાજી જ સાંભળવા માટે મળે છે.
કંગનાનો પિત્તો ગયો
એકાઉન્ટમાં આવતી રકમમાંથી અડધી રકમ પણ મળતી નથી. આમાંથી કેટલાક લોકો તો એવા છે જે પૈસા લઈને ચાલ્યા ગયા છે. આવું કરતા શું તમને કોઈ પ્રકારની શરમ આવે છે કે નહીં?ખરેખર તો તમે કેવા લોકો છો? અહીંયા આટલો નેગેટિવ પ્રચાર થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો રીલ્સ બનાવી રહ્યા છે તેમ છતાં તમે લોકો હસી રહ્યા છો કે, ખરેખર છે શું? હું તમારી પોલ ખોલી દઉઁ તો? હું તમને તમારૂ વર્ક કલ્ચર બતાવી દઉઁ તો? મારી ઓફિસમાંથી આવતી કોઈ જ વાત તમે કોઈ સાંભળતા જ નથી.

કંગના અધિકારીઓના આ પ્રકારે ક્લાસ લઈ લઈ રહી છે એવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પણ આ પહેલીવાર નથી. આ પહેલા પણ કંગનાનો આવો બેબાક અંદાજ જોવા મળ્યો છે. જેમાં તે બીજાને રીતસર ખખડાવી રહી હોય. બીજી તરફ આવું પહેલીવાર પણ થયું નથી. આ પહેલાની બેઠકમાં પણ આવું અનેકવાર થયેલું છે કે, કંગનાએ કોઈ અધિકારીને કામની બાબતને લઈને કે ફંડની બાબતને લઈ ટકોર કરી દીધી હોય.