Sat Aug 29 2026

Logo

જામનગરમાં યુવતીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા, હત્યાના છ માસ પછી જન્મેલી દીકરીનો પિતા પ્રેમી કે પતિ ?

2026-07-31 11:30:00
Author: Mayur Patel
જામનગરમાં યુવતીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા, હત્યાના છ માસ પછી જન્મેલી દીકરીનો પિતા પ્રેમી કે પતિ ?

જામનગરઃ  યુવતીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી. હત્યાના છ માસ પછી જન્મેલી દીકરીનો પિતા પ્રેમી કે પતિ તેને લઈ ચર્ચા શરૂ થઈ છે.

જાણો શું છે સમગ્ર મામલો

જામનગર સિટી બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. પોલીસે જીજ્ઞેશ માવદિયા નામના યુવકની હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. જીજ્ઞેશની તેની પત્નીએ જ હત્યા કરી નાખી હતી. પ્રેમસંબંધમાં આ કાવતરું રચાયું હતું. હાલ પરિણીતાની પૂછપરછ ચાલી રહી છે, જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.

મૃતકના મોટા ભાઈના જણાવ્યા અનુસાર, આરોપી પૃથ્વીએ તેના ભાઈની બે વર્ષ પહેલા હત્યા કરી હતી. તેની ભત્રીજીની ઉંમર દોઢ વર્ષ છે, જેથી આ ઘટનાના છ માસ પછી જન્મેલી દીકરીનો પિતા કોણ તે મોટો પ્રશ્ન છે. આ અંગે ડીએનએ ટેસ્ટ પણ થવો જોઈએ.  જીગ્નેશ સાથે અવારનવાર થતા ઝઘડાથી કંટાળીને તેની પત્નીએ પ્રેમી સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું.

મે 2024માં પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ અને તેના પ્રેમી નિલેશે યોજના બનાવી જીગ્નેશ માવદીયા (ઉં.વ. 36)ને દારૂની પાર્ટીમાં બોલાવ્યો હતો. ત્યાં તેને દારૂમાં સાઈનાઈડ ભેળવીને મારી નાખ્યો હતો અને લાશને એક કારખાનામાં ઊંડો ખાડો ખોદીને દાટી દીધી હતી. હત્યા બાદ પત્ની પરિવારજનોને એવું જ કહેતી હતી કે જીગ્નેશ ઓસ્ટ્રેલિયા કામ કરવા ગયો છે અને કોઈની સાથે વાત નથી કરતો. આ રીતે બે વર્ષ સુધી પરિવારને અંધારામાં રાખ્યો હતો. 

મૃતકના એક પિતરાઈ ભાઈએ જ્યારે પોતે ઓસ્ટ્રેલિયા જવાની વાત કરી અને જીગ્નેશનો નંબર માગ્યો, ત્યારે પત્ની ગભરાઈ ગઈ હતી. પરિવારે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ કરવાની ધમકી આપતાં આખરે પત્નીએ પોતે જ પરિવાર સામે કબૂલાત કરી લીધી કે તેણે અને પ્રેમીએ મળીને ૨ વર્ષ પહેલાં જ જીગ્નેશની હત્યા કરીને દાટી દીધો છે.

મૃતકની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિની કબૂલાત સાંભળીને પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. ઉપરાંત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.