Thu Sep 03 2026

Logo

ઇઝરાયલના લેબનોનમાં હુમલા, 26 લોકોના મોત 35 ઘાયલ...

lebanon   2026-03-07 17:01:01
Author: Chandrakant Kanoja
ઇઝરાયલના લેબનોનમાં હુમલા, 26 લોકોના મોત 35 ઘાયલ...

AI Jazeera


લેબનોન : અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત રીતે ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે. ત્યારે હવે ઇઝરાયેલ લેબનોનમાં પણ હિઝબુલ્લાના અનેક સ્થળો પર હુમલા શરુ કર્યા છે.  લેબનોનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે નાબી ચિત શહેરમાં સમગ્ર રાત ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં 26 લોકો માર્યા ગયા છે તેમજ 35 લોકો ઘાયલ થયા છે. જયારે એરલાઈન અમીરાતે ઈરાનના હુમલા બાદ દુબઈ આવતી અને જતી તમામ ફ્લાઈટને આગામી સૂચના સુધી સ્થગિત કરી દીધી છે. 

જયારે ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે પૂર્વી લેબનોનના પર્વતોમાં ઉતરેલા ઇઝરાયલી દળો સાથે  અથડામણ થઈ હતી. ઇઝરાયલે હજુ સુધી અથડામણ અંગે કોઈ ટિપ્પણી નથી કરી. 

હિઝબુલ્લાહના રાદવાન ફોર્સના એકમ પર હુમલો 

જયારે ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે  દક્ષિણ લેબનોન અને બેકા ખીણમાં તેના રાત્રિના હુમલાઓમાં રોકેટ લોન્ચર, શસ્ત્રો સંગ્રહ સુવિધાઓ અને હિઝબુલ્લાહ સશસ્ત્ર જૂથના અન્ય લશ્કરી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ટેલિગ્રામ પર જાહેર  કરાયેલા લશ્કરી નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે એક દિવસ પહેલા  તેના દળોએ દક્ષિણ લેબનોનના મજદલ સાલેમ વિસ્તારમાં હિઝબુલ્લાહના રાદવાન ફોર્સના કમાન્ડરો અને એકમના બે કમાન્ડ સેન્ટરો પર હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મીડિયા અહેવાલમાં ઇઝરાયલી સૈન્યને ટાંકીને જણાવ્યું હતું કે 80 ફાઇટર જેટ્સે રાત્રે ઇરાન પર 230 બોમ્બ ફેંક્યા હતા. જેના કારણે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક સ્થળોએ મોટા વિસ્ફોટ થયા હતા.