નવી દિલ્હી/મુંબઈઃ ભારત અને ઇઝરાયલ વચ્ચે સાંસ્કૃતિક સબંધો મજબૂત થઇ રહ્યા છે ત્યારે ઇઝરાયલે પોતાના દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ લગાવવાની યોજનાની જાહેરાત કરી હતી. આ જાહેરાત ગયા સપ્તાહમાં શિવ રાજ્યાભિષેક દિવસના અવસર પર મુંબઈના ઇઝરાયલના રાજદૂત યાનીવ રેવાચ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે આ યોજના સાકાર થવાથી ભારતીયોને ઇઝરાયલ સાથે જોડવાનું ઉમદા કામ કરશે.
યાનીવ રેવાચે વાતચીતમાં કહ્યું હતું કે અમે અમે જાણીએ છીએ કે છત્રપતિ શિવાજી મહારાજની જીવનગાથાની શું અસર છે અને ભારત માટે કેટલા જરૂરી છે. એવો પણ વિચાર છે કે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ બનાવીને ઇઝરાયલ મોકલવામાં આવે. આ રેગ્યુલર પ્રોજેક્ટ કરતા ઘણું વધારે મહત્વ ધરાવે છે, તેથી આ પ્રોજેકટ લાંબા સમય સુધી ચાલશે. આ પ્રોજેક્ટના માધ્યમથી ભારતીય નાગરિકો પણ ઇઝરાયલના નાગરિકો સાથે જોડવામાં આવશે. અમે આ પ્રોજેક્ટને ઇઝરાયલના કોઈ મોટા શહેરમાં લાવવાનું વિચારી રહ્યા છીએ.
યાનીવ રેવાચે કહ્યું કે આ મેમોરિયલને શિવાજી મહારાજની વિરાસતને લાયક બનાવવા માટે ઇઝરાયલે ઐતિહાસિક રેફરન્સ, આર્ટિસ્ટિક કન્સલ્ટેશન અને ડિઝાઇનના માર્ગદર્શન માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે સહકાર માંગ્યો હતો અને મુખ્ય પ્રધાન ફડણવીસે પણ આ બાબતે સમંત થઇ ગયા હતા.
અગાઉ મુખ્ય પ્રધાનને લખેલા એક પત્રમાં ઇઝરાયેલી રાજદૂતે કહ્યું હતું કે તેમનું માનવું છે કે ઈઝરાયલમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ઇઝરાયલ અને ભારત વચ્ચેના ગાઢ સબંધોનો એક મજબૂત નિશાની હશે. મહારાષ્ટ્ર અને ભારતીય યહૂદી સમુદાય વચ્ચેનો ઐતિહાસિક સબંધ જોતા આ સ્મારક એક ખાસ મહત્વ રાખશે, જેમાંના કેટલાય વંશજો આજે ઇઝરાયેલી સમાજમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. યાનિવ રેવાચે કહ્યું હતું કે આ મૂર્તિ બનાવવા માટેનું લક્ષ્ય એક જ છે, કે વધારેમાં વધારે ઇઝરાયેલી નાગરિકો શિવાજી મહારાજના જીવન અને તેમની ઉપ્લબ્ધિઓથી પરિચિત થઇ શકે એ પણ છે.
યાનિવ રેવાચે આગળ કહ્યું હતું કે 'હું ભારતમાં જ્યાં પણ જાઉં છું, લોકોની આંખોમાં ઇઝરાયલ અને ત્યાંના નાગરિકો માટે ખૂબ સન્માનની વાત છે. મારુ માનવું છે કે અમારે ઈઝરાયલમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન વિશે વધારે જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રતાની આ ભાવના સાથે મુંબઈમાં ઇઝરાયલના રાજદૂતે ઈઝરાયલમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ લગાવવાનો નિર્ણય કર્યો છે.'
આ નિર્ણયથી મુખ્ય પ્રધાને વ્યક્ત કરી ખુશી
મુખ્ય પ્રધાને આ પહેલ માટે પોતાનો પૂર્ણ સહકાર આપવા વચન આપ્યું છે. સોશ્યિલ મીડિયાના X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું, કે 'આ મોટા સમાચાર છે. શિવ રાજ્યાભિષેકના શુભ અવસરે ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની એક મોટી મૂર્તિ લગાવવા માટેની આ ઐતિહાસિક જાહેરાત માટે ઇઝરાયલના રાજદૂત યાનિવ રેવાચનો દિલથી આભાર વ્યક્ત કરું છું. મહારાષ્ટ્ર સરકાર આ પહેલ માટે પૂર્ણ સહકાર આપશે. જય ભવાની, જય શિવાજી.'