તહેરાનઃ ઈઝરાયલે ગત અઠવાડિયામાં ઈરાનના તેલ ટર્મિનલ પર હુમલો કર્યો હતો, જેના કારણે ચોતરફ આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. મીડિયા રીપોર્ટ અનુસાર આ હુમલાને કારણે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે હવે ખટારગ શરૂ થયો છે, મેતભેદ ઊભો થયો છે. તેલ એવીવે અમેરિકાને આ સમગ્ર હુમલાની જાણકારી આપી હતી. ઈઝરાયલે દાવો કર્યો હતો કે, આવી સુવિધાઓનો ઉપયોગ મિસાઈલ લૉંચ કરવા માગે ઉપયોગી ફ્યૂલ તરીકે કરવામાં આવતો હતો.
અમેરિકા ગુસ્સે ભરાયું
આ હુમલાને કારણે હવે અમેરિકા ઈઝરાયલ પર ગુસ્સે ભરાયું છે. અમેરિકી અધિકારીએ આ વિષય પર વાત કરતા કહ્યું હતું કે, અમેરિકી સૈન્ય આ હુમલો થયો ત્યારે ચોંકી ગયું હતું. ઈઝરાયલનો આ પ્લાન યોગ્ય ન હતો. તેલ ટર્મિનલ પર હુમલો કરવો એ કોઈ સારો વિચાર તો નથી જ. ઈઝરાયલના અધિકારીએ જવાબ આપતા કહ્યું કે, અમેરિકા તરફથી મળેલો મેસેજ પાયાવિહોણો હતો. હજુ સુધી આ અંગે વ્હાઈટ હાઉસે કોઈ પ્રકારની ટિપ્પણીઓ કરી નથી. ઈઝરાયલની સેનાએ ઈરાનની રાજધાની તેહરાન તથા તેની આસપાસના તેલ ટર્મિનલ પર હુમલો કર્યો હતો. ત્રણ તેલ ટર્મિનલ અને એક ઓઈલ રીફાઈનરી પર હુમલો થતા આગ ભભૂકી હતી.
ચારેય બાજુ આગ અને ઝેરી ધુમાડો
આ હુમલાને કારણએ તહેરાન શહેર સુધી આગની જ્વાળા પ્રસરી હતી. આ સાથે ઝેરી ધુમાડો પણ દૂર દૂર સુધી ફેલાયો હતો. જાણે કોઈ પ્રલય થઈ રહ્યો હોય એવો માહોલ જોવા મળ્યો હતો. આ આગ લાંબા સમય સુધી ચાલી હતી. ઓઈલને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગને પ્રસરવાને કારણે અન્ય ચીજ વસ્તુઓનું પણ મોટું નુકસાન થયું હતું. સ્થાનિકોએ આ વિષય પર વાત કરતા કહ્યું કે, રસ્તા પર નદીની જેમ આગ પ્રસરી રહી હતી. ઈઝરાયલના આ પ્રકારના હુમલાએ પર્યાવરણ અને માણસજાતને મોટું નુકસાન કર્યું છે. આ યોગ્ય નથી. આવા હુમલાને કારણે આર્થિક રીતે પણ મોટું નુકસાન થાય છે. ચાર વર્ષમાં લગભગ પહેલી વાર ક્રુડ ઓઈલના બેરલનો ભાવ 100 ડૉલરથી વધી ગયો છે.
સામસામે ઉશ્કેરણી
ઈઝરાયલના આ પગલાંથી અમેરિકા ગુસ્સે ભરાયું છે. હવે સ્થાનિકોને અમેરિકા અને ઈઝરાયલ બન્ને પોતાના તરફી કરવા માટે પગલાં ભરી રહ્યા છે. આવી સ્થિતિ લાંબા સમય સુધી ચાલી તો ક્રુડ ઓઈલની કિંમતના ભાવમાં તોતિંગ વધારો થશે એ નક્કી છે. ટ્રમ્પના એક સલાહકારે એક વાત સ્પષ્ટ કરી કે, આ હુમલો ટ્રમ્પને યોગ્ય લાગ્યો નથી. ઈઝરાયલે આવું બિલકુલ ન કરવું જોઈએ. ટ્રમ્પ કોઈપણ સંજોગોમાં ક્રુડ ઓઈલને બચાવવા માગે છે. આગચંપી કરવાથી કોઈ મોટું નુકસાન કરવા માગતા નથી. બીજી તરફ ઈરાને કહ્યું કે, અમે આ પ્રકારના કોઈ હુમલા કર્યા નથી. તેલ ટર્મિનલ પર હુમલો યોગ્ય નથી. હવે તેલની કિંમત વઘી શકે છે.