કોલંબો: આવતી કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના પાટનગર કોલંબો(Colombo)માં ખરાખરીનો જંગ ખેલાય એ પહેલાં આજે ટી-20 વર્લ્ડ કપના બે નાના દેશો આયરલૅન્ડ (Ireland) અને ઓમાન (Oman) વચ્ચે વન-સાઈડેડ મૅચ રમાઈ ગઈ જેમાં હાઈ-સ્કોરિંગ આયરલૅન્ડે 96 રનના તોતિંગ માર્જિનથી વિજય મેળવ્યો હતો.
Lorcan Tucker's record-breaking knock was at the heart of Ireland's win over Oman👌
— ICC (@ICC) February 14, 2026
He wins the @aramco POTM🏅
📝: https://t.co/NwskvpuQeF pic.twitter.com/pR79Qcd6Z7
આયરલૅન્ડે બૅટિંગ મળ્યા બાદ લૉર્કેન ટકરના અણનમ 94 રન તથા ગારેથ ડેલનીના 56 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 235 રન કર્યા હતા.
An unbeaten 94 from Lorcan Tucker, the second-highest score for a captain at the #T20WorldCup 👏
— ICC (@ICC) February 14, 2026
Tournament broadcast details 👉 https://t.co/NPykWM7qqY pic.twitter.com/rJmjllolIk
ઓમાનની ટીમ જવાબમાં 18 ઓવરમાં 139 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
ઓપનર આમિર ક્લીમ (50 રન) સિવાય બીજો કોઈ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો. પેસ બોલર જોશુઆ લિટલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.