Tue Sep 01 2026

Logo

ઇરાને US એરફોર્સને આપ્યો જોરદાર ઝટકો, કુલ 16 વિમાનો તોડી પાડ્યા

Tehran   2026-03-26 16:16:00
Author: Savan Zalariya
ઇરાને US એરફોર્સને આપ્યો જોરદાર ઝટકો, કુલ 16 વિમાનો તોડી પાડ્યા

યુએસ-ઇઝરાયલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર હુમલો શરુ કર્યો હતો, ઈરાન પણ વળતો જવાબ આપી રહ્યું છે. આ સંઘર્ષ શરુ થયાનો એક મહિનો પૂરો થવા આવ્યો છે. ઈરાનની સૌન્ય તાકાત લગભગ બરબાદ થઇ ગઈ હોવા છતાં ઈરાન લડત આપી રહ્યું છે, ઈરાને અભેદ્ય ગણાતી યુએસની વાયુ સેનાને મોટું નુકશાન પહોંચાડ્યું છે.

અહેવાલ મુજબ સંઘર્ષ શરુ થયા બાદથી અત્યાર સુધી યુએસએ 16 મીલીટરી વિમાન ગુમાવ્યા છે, જેમાં ડ્રોન અને જેટનો સમાવેશ થાય છે. ઈરાની કાર્યવાહીને કારણે યુએસની રડાર સિસ્ટમને પણ નુકસાન પહોંચ્યું છે.  

ઈરાને આજે ગુરુવારે દાવો કર્યો હતો કે તેણે USAF F/A-18 ફાઇટર જેટને તોડી પાડ્યું છે, જોકે આ દાવાને યુએસ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે.
યુએસ વાયુસેનાને અગાઉ લિબિયા અને ઇરાક સામે મોટા પાયે હાથ ધરેલા હવાઈ અભિયાનોમાં જેટલું નુકશાન પહોંચ્યું હતું, તેના કરતા ઈરાન સામેના સંઘર્ષમાં વધુ નુકસાન થયું છે.

19 માર્ચના રોજ ઈરાના હુમલાને કારણે યુએસએફ F-35 વિમાનને મધ્ય પૂર્વમાં યુએસ એરબેઝ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. 

12 માર્ચના રોજ પશ્ચિમ ઇરાકમાં યુએસ વાયુસેનાનું KC-135 એક સ્ટ્રેટોટેન્કર ક્રેશ થયું હતું,જેમાં તમામ છ ક્રૂ મેબર્સ માર્યા ગયા હતા. KC-135 સ્ટ્રેટોટેન્કર એ અમેરિકન એર-ટુ-એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ છે.
યુએસએ ત્રણ F-15 ઇગલ વિમાનો પણ ગુમાવ્યા છે. આ વિમાન ટ્વીન-એન્જિન ફાઇટર, જે મેકડોનેલ ડગ્લાસ કંપની દ્વારા બનાવવામાં આવે આવે છે.