Wed Jun 17 2026

Logo

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં રશિયા અને ચીનને 'ચાંદી': ઈન્ટરનેશનલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો...

tehran   2026-03-13 19:16:52
Author: Mumbai Samachar Team
Article Image

AI Generated Images


તહેરાનઃ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલી લડાઈને કારણે દુનિયાના રાષ્ટ્રમાં ક્રૂડ અને ગેસ સપ્લાયનું ચિત્ર દિવસે દિવસે બગડી રહ્યું છે. ક્રૂડની કિંમતનો ભાવ વધારો વિકસિત દેશનું પણ બજેટ બગાડી રહ્યો છે. જેફરિઝ બેંકના એક રીપોર્ટ અનુસાર આ યુદ્ધના કારણે રશિયા અને ચીનને ફાયદો થઈ રહ્યો છે. આ બન્ને દેશ આર્થિક લાભાર્થી બની ગયા છે. બે ખૂંટીયા ઝઘડે એમાં ઘાસનો ખો નીકળી જાય એનાથી વિપરિત સ્થિતિ આ બન્ને દેશની થઈ રહી છે. 

શું છે આ બેંકના રીપોર્ટમાં?
મિડલ ઈસ્ટમાં લડાઈની પરિસ્થિતિની અસર એ થઈ હતી કે, ક્રૂડ ઓઈલના ભાવમાં તોતિંગ વધારો થયો હતો. વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળો આવ્યો હતો. આનાથી રશિયાના ઊર્જા સેક્ટરને સારૂ એવું બુસ્ટ મળ્યું, રશિયામાં ઊર્જા ક્ષેત્રમાંથી થતી આવકમાં વૃદ્ધિ થઈ હોવાની પૂરી શક્યતાઓ છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં ભાવ વધવાને કારણે રશિયાની ઊર્જા માર્કેટમાં સ્થિતિ મજબૂત થઈ રહી છે અથવા થઈ શકે છે. બીજી તરફ ચીનને ડૉમેસ્ટિક માર્કેટનો મોટો લાભ મળી રહ્યો છે. ચીન પોતાના શેરમાર્કેટને ધીમે ધીમે મજબૂત કરવાની સ્થિતિમાં છે. 

કરોડોમાં રૂપિયો રળશે
ચીન પોતાના શેર માર્કેટને મજબૂત કરવા માટે એક ખાસ રણનીતિ પર કામ કરી રહ્યો છે. આ પાછળનું એનું તારણ એવું છે કે, રીયલ એસ્ટેટ સેક્ટરમાં ઉપર-નીચે કંઈ થાય તો શેર માર્કેટ ચીનના પરિવાર માટે સંપત્તિ સર્જનનું માધ્યમ બની શકે. જોકે આ રીપોર્ટમાં એક એલર્ટ પણ આપવામાં આવ્યું છે કે,વૈશ્વિક ઊર્જામાં તંગી ઊભી થાય એવા સંકેત છે. કારણ કે, યુદ્ધ લાંબા સમય સુધી ચાલું રહ્યું તો અનેક શિપિંગ કંપનીઓને ફટકો પડશે, જેની અસર રૂપે આ ચિત્ર ઊભું થઈ શકે છે. બીજી તરફ સમગ્ર સપ્લાય ચેઈનને માઠી અસર થશે.હોર્મુઝ જળમાર્ગ લાંબા સમય સુધી બંધ રહેશે તો વૈશ્વિક કક્ષા પર ઊર્જા કટોકટીના અણસાર છે. 

અમેરિકાનો નિર્ણય
અમેરિકાએ એક નિર્ણય કર્યો છે કે, આગામી અઠવાડિયામાં અમેરિકા 172 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ આપશે. રીપોર્ટ અનુસાર આ પગલું અમેરિકાની દૂરદર્શિતામાં અભાવ હોય એવું દર્શાવે છે. કારણ કે આ પહેલા તો કોઈ રીતે ક્રૂડ ઓઈલના ટેન્ક ભરવા માટે કોઈ પ્રયાસ જ કરવા ન દીધા. હાલમાં અમેરિકા પાસે આશરે 415 મિલિયન બેરલ તેલ છે. બીજી તરફ ઈરાન સાથે લાંબા સમય સુધી યુદ્ધ કરવું એ ટ્રમ્પ માટે રાજકીય સંકટ ઊભું કરી શકે એમ છે. વૈશ્વિક સ્તરે રાજકીય નિષ્ણાંતો આને લાંબાગાળાની માઠી અસર તરીકે જોઈ રહ્યા છે. આ પાછળનું એક કારણ ટ્રમ્પના પ્રભાવમાં ઓટ પણ હોઈ શકે છે.