Thu Sep 03 2026

Logo

ઈરાને અમેરિકાની કમર તોડી, મિસાઈલ ડિટેક્શન સિસ્ટમનો ખાતમો...

tehran   2026-03-08 22:23:00
Author: Viral Rathod
ઈરાને અમેરિકાની કમર તોડી, મિસાઈલ ડિટેક્શન સિસ્ટમનો ખાતમો...

AI Generated Images


તહેરાનઃ મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે. અમેરિકા અને ઈઝરાયલ ઈરાનનો ખાતમો બોલાવવાના મૂડમાં છે. બીજી તરફ ઈરાન પણ જવાબી કાર્યવાહીમાં અમેરિકાને ભારે પડી રહ્યું છે. ઈરાને અત્યાર સુધીમાં ખાડીના જ છ દેશ પર હુમલો કરી દીધો છે. આ ખાડીના દેશમાં અમેરિકી સૈન્યના રડાર, વેપન સિસ્ટમ તથા મિસાઈલ ડિટેક્શન સિસ્ટમનો નાશ કરી દીધો છે. સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, જોર્ડન, કુવૈત અને બહેરિનમાં પાયાની સુવિધાઓ ખતમ થઈ ચૂકી છે. યુદ્ધ માટે જરૂરી એવી વોર્નિંસ સિસ્ટમ પણ ખતમ ગઈ છે, જેના કારણે અમેરિકા હવે ભયમાં છે. 

કિંમત ચૂકવવી પડશે
ઈરાની રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ટ્રુ પ્રોમિસનો એક ભાગ ગણાવીને આ વિષય પર વાત કરી છે. ઈરાન હવે બદલો લેવાના ઈરાદે હુમલો કરી રહ્યો છે. આ હુમલાથી ઈરાનની મિસાઈલ અને ડ્રોન અભિયાનને ટ્રેક કરવું હવે કઠિન થઈ ગયું છે. નિષ્ણાંતોનું એવું માનવું છે કે, આ સર્જિકલ સ્ટ્રાઈક અમેરિકી હવાઈ સુરક્ષાને ગેરમાર્ગે દોરવા માટેની પ્રક્રિયાનો એકભાગ છે. ઈરાનના નિશાને હવે રડાર સિસ્ટમ છે. તાજેતરના ઘટનાઓના પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા અંગેની ચિંતાઓ વધતી જોવા મળી રહી છે. ઈરાનના સુરક્ષા પ્રમુખ અલી લારીજાનીએ અગાઉ ચેતવણી આપી હતી કે હુમલાઓની કિંમત ટ્રમ્પને ચૂકવવી પડશે.

હારેલો માણસ કોણ?
ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં આ ધમકીને ફગાવી દીધી હતી અને લારીજાનીને “હારેલો માણસ” કહીને સંબોધ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમના દબાણના કારણે ઈરાને મધ્યપૂર્વમાં પોતાની મહત્ત્વાકાંક્ષાઓ છોડી દીધી છે. આ હુમલો ખાડીના રાષ્ટ્ર માટે સંદેશ છે કે, અમેરિકી સંપત્તિઓ જે ખાડીના દેશમાં છે એ હવે સુરક્ષિત નથી. ઈરાને હવે સમુદ્રમાં પણ અમેરિકી સૈન્ય પર હુમલો કર્યો હોવાના દાવા કરી રહ્યો છે.