અમેરિકા-ઈઝરાયલ યુદ્ધના સંદર્ભમાં ઈરાને હોર્મુઝ નજીક થાઈલેન્ડના કાર્ગો જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો છે. યુએઈના ખલીફા બંદરથી ગુજરાતના કંડલા બંદર તરફ જઈ રહેલા ‘મયુરી નારી’ જહાજ પર આ હુમલો થયો છે. ‘મયુરી નારી’ જહાજ પર હુમલો થયો તેના પાછળના ભાગમાં આગ લાગી ગઈ હતી. રોયલ થાઈ નેવીએ જણાવ્યું કે 20 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 3ની શોધખોળ અત્યારે ચાલુ છે
‘મયુરી નારી’ નામના થાઈ જહાજ પર હુમલો થયો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આજે સવારે 4:10 વાગ્યે (જીએમટી) યુએઈથી નીકળ્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ પસાર થતા 30,000 ડેડવેઈટ ટનના આ બલ્ક કેરિયર પર બે અજ્ઞાત પ્રોજેક્ટાઈલ્સ લાગ્યા હતા. જહાજના પાણીની લાઈનની ઉપરના ભાગે ધમાકા થયા, જેનાથી એન્જિન રૂમ અને પાછળનો ભાગમાં આગ લાગી ગઈ હતી. થાઈ નેવીના પ્રવક્તા પરાજ રતનજયપને જણાવ્યું કે ક્રૂએ જહાજ છોડીને લાઈફબોટથી પોતાનો બચાવ કર્યો હતો. ઓમાન નેવીએ તેમને ખસાબ બંદરે કિનારે પહોંચાડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઈરાને હોર્મુઝ પર કડક પ્રતિબંધો લગાવ્યા
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ હુમલો ત્રણ જહાજો પરના હુમલાઓમાંથી એક છે, જેમાં થાઈ જહાજને સૌથી વધુ નુકસાન થયું. યુકે મેરીટાઈમ સિક્યુરિટી સેન્ટર અનુસાર, હોર્મુઝની ઉત્તરમાં અજ્ઞાત પ્રોજેક્ટાઈલથી જહાજો પર આગ લાગી હતી. ઈરાને હોર્મુઝ પર કડક પ્રતિબંધો લગાવ્યા છે અને યુરોપિયન, અમેરિકન તેમજ અન્ય જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે, આ હુમલો પણ તેનો જ એક ભાગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાતના કંડલા બંદર આવતા ‘મયુરી નારી’ નામના માલવાહક જહાજ પર હોર્મુઝ સ્ટ્રેટ નજીક મિસાઇલોથી હુમલો, હુમલાના કારણે જહાજમાં ભારે આગ લાગી, 20 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યાં#mayureenaree #CargoShip #Hormuz #Irán pic.twitter.com/4XodZ6yhU8
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) March 11, 2026
યુદ્ધના કારણે વૈશ્વિક વેપાર માર્ગો માટે ચિંતા વધી
થાઈ નેવી બહેરીનમાં કોમ્બાઈન્ડ મેરીટાઈમ ફોર્સીસ, યુએઈ-ઓમાન રાજદ્વારીઓ અને UK સાથે સંકલન કરી રહી છે. 23 ક્રૂ સભ્યોને થાઈલેન્ડ પરાવલી લાવવાના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યાં છે. આ ઘટના વૈશ્વિક વેપાર માર્ગો માટે ચિંતા વધારે છે, કારણ કે હોર્મુઝ એક એવો માર્ગ છે જ્યાથી મોટા ભાગની આંતરરાષ્ટ્રીય શીપો પસાર થયા છે. યુદ્ધના કારણે અત્યારે ઈરાને આ માર્ગ પર નાકાબંધી કરી દીધી છે.