Tue Aug 25 2026

Logo

IPL 2026: ' હાર્દિકના બદલે સૂર્યાને કેપ્ટન બનાવો.... ' આ દિગ્ગજ ખેલાડીએ MIને આપી સલાહ

2026-03-24 14:45:00
Author: Savan Zalariya
IPL 2026: ' હાર્દિકના બદલે સૂર્યાને કેપ્ટન બનાવો.... ' આ દિગ્ગજ ખેલાડીએ MIને આપી સલાહ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ સ્પીન બોલર રવિચંદ્રન અશ્વિન સોશિયલ સ્પષ્ટ વકતા તરીકે પંકાયેલો છે, તે મીડિયા અને યુટ્યુબ ચેનલ પર સતત ટીપ્પણી કરતો રહે છે. IPLની 19મી સિઝનની શરૂઆત પહેલા અશ્વિને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવોની સલાહ આપી છે. 

નોંધનીય છે કે વર્ષ 2024ની IPL સિઝનમાં MIએ રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને સોંપી હતી, એ સમયે હાર્દિક પંડ્યા ભારતની T20 ટીમનો વાઈસ-કેપ્ટન હતો. પંડ્યા હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ પણ કેપ્ટનશીપની ભૂમિકામાં નથી. બીજી તરફ સૂર્યકુમાર યાદવાની કેપ્ટનશીપ હેઠળ હાલમાં ભારતીય ટીમ T20 વર્લ્ડ ચેમ્પિયન બની. એવામાં અશ્વિને કહ્યું કે MI એ હજુ સુધી સૂર્યકુમારને ટીમનો કાયમી કેપ્ટન બનાવ્યો નથીએ "ચિંતાજનક" છે.

સૂર્યકુમાર યાદવને સમર્થન:
એક હિન્દી યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા આર અશ્વિને કહ્યું."સૂર્યકુમાર યાદવને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવો જોઈએ એમાં કોઈ વિચારવા જેવી બાબત નથી. એને કેપ્ટનસી આપવી જ જોઈએ, પણ એવું નથી થઈ રહ્યું એ થોડી ચિંતાનો વિષય છે." 

હાર્દિક પંડ્યાના વખાણ:
આ સાથે આર અશ્વિને હાર્દિક પંડ્યાની નેતૃત્વ ક્ષમતાના પર વખાણ કર્યા. તેણે કહ્યું, "આપણે હાર્દિકની કેપ્ટનશિપની ક્ષમતાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સના તેની પહેલી સિઝનમાં IPL ચેમ્પિયન બની હતી અને બીજી સિઝનમાં ટીમ રનર-અપ રહી હતી."

નોંધનીય છે કે હાર્દિક કેપ્ટન બન્યા બાદ IPL 2024માં MIનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, ત્યાર બાદ પંડ્યાને ભારે ટીકા કરવામાં આવી હતી.