Mon May 25 2026

Logo

અડીખમ બેંગ્લૂરુની પૂરપાટ ઝડપે પ્લે-ઑફમાં પહોંચેલા ગુજરાત સામે મંગળવારે કસોટી

2026-05-25 22:43:51
Author: Ajay Motiwala
Article Image

BCCI


ધરમશાલાઃ અહીં મંગળવારે (સાંજે 7.30 વાગ્યાથી) આઇપીએલ-2026ની પ્રથમ પ્લે-ઑફ મૅચ (ક્વૉલિફાયર-વન) રમાશે

એમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ અને 2022ની વિજેતા ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે.

બેંગ્લૂરુ આ વખતની ટૂર્નામેન્ટમાં 14માંથી નવ મૅચ જીતીને એકંદરે અડીખમ રહી છે, જ્યારે પૂરપાટ ઝડપે એક પછી એક વિજય સાથે પ્લે-ઑફમાં પહોંચેલા ગુજરાત આજે પહેલી જ વખત ધરમશાલામાં રમશે.

BCCI

બન્ને ટીમ એકમેક સામે ચાર-ચાર મૅચ જીતી છે. આ વખતે બેંગ્લૂરુની ટીમ બૅટિંગની તાકાતને કારણે ખૂબ વખાણવામાં આવી છે, જ્યારે ગુજરાત પાસે `ચડિયાતું બોલિંગ-મશીન' હોવાની સાથે એના ટોચના ત્રણ બૅટ્સમેન (સુદર્શન, ગિલ, બટલર) બહુ સારા ફૉર્મમાં છે.

અડીખમ બેંગ્લૂરુની પૂરપાટ ઝડપે પ્લે-ઑફમાં પહોંચેલા ગુજરાત સામે મંગળવારે કસોટી

ગુજરાતઃ ગિલ (કૅપ્ટન), સુદર્શન, બટલર (વિકેટકીપર), સુંદર, હોલ્ડર, તેવાટિયા, નિશાંત સિંધુ, રાશીદ, અર્શદ, રબાડા, સિરાજ અને (12મો પ્લેયર) ક્રિષ્ના/સાઇ કિશોર, માનવ સુથાર.

બેંગ્લૂરુઃ પાટીદાર (કૅપ્ટન), વિરાટ, સૉલ્ટ/વેન્કટેશ, પડિક્કલ, જિતેશ, શેફર્ડ, ટિમ ડેવિડ, કૃણાલ, ભુવનેશ્વર, ડફી/સુયશ, હૅઝલવૂડ અને (12મો પ્લેયર) રસિખ સલામ.