સંકલન: સ્મૃતિ શાહ મહેતા
અવાજ બેસી જવો એટલે સ્વરપેટીને સોજો આવી જવો.
અવાજ બેસી જવાનાં કારણ
* જે કારણોથી ગળાનું ઇન્ફેક્શન થાય તે કારણોથી અવાજ પણ બેસી શકે છે.
* એકસાથે વધુ પડતું બોલવું.
* ધૂમ્રપાનનું વ્યસન હોવું.
અવાજ બેસી જવાના ઉપચાર
(નોંધ : વધુ ઠંડા, ખાટં-ખારા અને તીખા પદાર્થો ન લેવા)
1) ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવું.
2) સાકરની ગાંગડી, એલચી, તજ અથવા લવિંગ મોંમાં રાખીને ચૂસવા.
3) પાકું દાડમ ખાવું અથવા દાડમની છાલ ચગળવી.
4) બોરડીની છાલ ચૂસવી.
5) ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવું.
6) રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવું.
7) ફૂલાવેલી ફટકડીનો ભૂકો કરીને તેનો 1 ચમચી પાવડર પાણીમાં હલાવીને કોગળા કરવા.
8) જેઠીમધનું લાકડું ચૂસવું.
કાકડા સૂજી જવા... એનાં લક્ષણ
* ગળામાં સોજો આવે અને ચાંદાં પડી શકે.
* ભોજન અન્નનળીમાં ઉતારવામાં તકલીફ પડવી.
* બોલવામાં તકલીફ પડવી.
* કાનમાં રસી આવી શકે વગેરે...
કાકડા થવાનાં કારણ
* જે કારણોથી ગળાનું ઇન્ફેક્શન થાય તે કારણોથી કાકડા પણ થઈ શકે છે.
* અપચો કે અર્જીણ થવાથી.
* વધુ ઠંડું જમવાથી.
* જે વ્યક્તિને કાકડા થયા હોય તેનો ચેપ લાગવાથી.
કાકડાના ઉપચાર
* હૂંફાળા પાણીમાં મીઠું નાખીને દિવસમાં 2-3 વાર કોગળા કરવા
* તુલસીનો રસ, આદુનો રસ અને મધ ત્રણેય 1-1 ચમચી મિશ્ર કરી સવાર-સાંજ લેવો.
* હળદર અને ખાંડવાળું ગરમ દૂધ પીવું.
* અડધી ચમચી હળદર સાથે 1-1 ચમચી ઘી અને સાકર ચાટવું.
* કાળા મરી અને ફુદીનાનું ચૂર્ણ ગરમ પાણીમાં આપવું.
* હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવી.
સાવધાની...
ગળું પકડાઈ જવું, અવાજ બેસી જવો, કાકડા આવી જવા વગેરે તકલીફમાં આ મુજબની સાવધાની જરૂરી છે:
*આ બીમારીમાં હિંમતપૂર્વક એક ઉપવાસ તો કરવો, તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધશે અને ટૂંક સમયમાં જ રાહત થઈ જશે.
*ઠંડી, તળેલી અને ગળપણવાળી વાનગીઓનો ત્યાગ કરવો.
*તરસ લાગે ત્યારે સૂંઠનું ઉકાળેલું પાણી પીવું.
*કકડીને ભૂખ લાગે ત્યારે જ જમવું.
*ઉજાગરાથી બચવું અને દિવસે સૂવાની આદત ટાળવી.
*કાકડા 70 ટકાથી 75 ટકા વાયરલ ઇન્ફેક્શનના કારણે થતા હોય છે તથા 10થી 30 ટકા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે થતા હોય છે. તેથી વાયરલ ઇન્ફેક્શનના કારણે થયેલા કાકડામાં ઍન્ટિબાયોટિક દવાઓ કોઈ કામમાં આવતી નથી.