Fri May 01 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટમાંથી વધુ બે ભારતીય જહાજ પસાર થયાં, ભારતની કૂટનીતિના કારણે ઈરાને આપી મંજૂરી...

tehran   2026-03-23 19:38:48
Author: Vimal Prajapati
Article Image

તહેરાનઃ મધ્યપૂર્વના યુદ્ધના કારણે પશ્ચિમ એશિયા સહિત અને દેશો પરેશાન છે. કારણે કે, ઈરાન અને અમેરિકા-ઇઝરાયલના યુદ્ધના કારણે વિશ્વ પર ઇંધણનું સંકટ તોળાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત કૂટનીતિ દ્વારા સફળ થઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભારતે ફરી પોતાના બે જહાજોને હોર્મુઝ દરિયાઈ માર્ગ પાર કરાવ્યો છે. આ બંને જહાજોને હોર્મુઝથી પસાર થવા માટે ઈરાને મંજૂરી આપી દીધી છે. આને ભારતની સફળ કૂટનીતિ માનવામાં આવી રહી છે. 

ઈરાને ભારતને હોર્મુજ સ્ટ્રેટ પાર કરવાની મંજૂરી આપી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભારતીય એલપીજી ટેન્કર જગ વસંત અને પાઈન ગેસને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC)સે હોર્મુજ સ્ટ્રેટ પાર કરવાની મંજૂરી આપી દીધી છે. આ માત્ર ભારતની કૂટનીતિના કારણે જ શક્ય બન્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈરાન સાથે ભારત કૂટનીતિ દ્વારા જ સંબંધો સાચવીને દેશની સુરક્ષા અને જરૂરિયાતોને પૂર્ણ કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ છે તેવામાં ભારતને રાજદ્વારી વાટાઘાટોને કારણે ઈરાન તરફથી ગ્રીન સિગ્નલ મળ્યો છે.

જગ વસંત અને પાઈન ગેસ જહાજ ક્યાં ફસાયા હતા?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 'જગ વસંત' અને 'પાઈન ગેસ' ભારતીય LPG ટેન્કર સંયુક્ત આરબ અમીરાતમાં શારજાહ બંદર નજીક ફસાયેલા હતા. પરંતુ હવે ભારતની કૂટનીતિના કારણે આ જહાજોએ હોર્મુઝ દરિયાઈ માર્ગ પાર કરી નાખ્યો છે. મધ્યપૂર્વમાં યુદ્ધ શરૂ થયું તો પહેલા હોર્મુઝ થઈને દુનિયાનું 20 ટકા ક્રૂડ ઓઈલ અને એલપીજી ભારત આવ્યું છે. પરંતુ અત્યારે યુદ્ધના કારણે વિશ્વભરના અનેક જહાજો હોર્મુઝમાં ફસાયેલા હોવાના અહેવાલો મળ્યાં છે.  વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કટોકટીને દૂર કરવા અને ભારતીય જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક નેતાઓ સાથે સતત સંપર્કમાં છે.

આ પહેલા ત્રણ ભારતી જહાજો હોર્મુઝથી પસાર થયા

આ પહેલા ભારતના બે એલપીજી ટેન્કરો શિવાલિક અને નંદા દેવી જહાજ અને એક ક્રૂડ ઓઈલનું ટેન્કર જગ લાડલી ખાડી પ્રદેશમાંથી સુરક્ષિત રીતે પસાર થયું અને ભારત આવ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણ હોર્મુઝ દરિયાઈ માર્ગેથી પસાર થચા જહાજોમાંથી ભારતીય જહાજોની સંખ્યા પ્રમુખ રહેતી હોય છે. વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો, હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતના 22 જહાજો ફસાયેસા છે, તેમાંથી વધુ બે જહાજોને અહીંથી પસાર થવાની મંજૂરી મળી ગઈ છે.