Fri Sep 04 2026

Logo

ભારતને મળ્યું 2028ની આ વિશ્વ સ્પર્ધાનું યજમાનપદ

2026-03-19 18:44:41
Author: Ajay Motiwala
ભારતને મળ્યું 2028ની આ વિશ્વ સ્પર્ધાનું યજમાનપદ

નવી દિલ્હીઃ 2030માં ભારતમાં કૉમનવેલ્થ ગેમ્સ યોજાય એના બે વર્ષ પહેલાં દેશમાં વિશ્વ સ્તરની મોટી ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સ યોજાવાની છે અને એનું યજમાનપદ ભારતને મળી ગયું છે.

પ્રતિષ્ઠિત વર્લ્ડ ઇન્ડોર ઍથ્લેટિક્સ 2028ની સાલમાં ભુવનેશ્વરમાં યોજાશે અને એની તૈયારી શરૂ થઈ ચૂકી છે. પોલૅન્ડમાં વર્લ્ડ ઍથ્લેટિક્સ કાઉન્સિલની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ વખતની વર્લ્ડ ઇન્ડોર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ પોલૅન્ડમાં શરૂ થઈ રહી છે અને એના આરંભ પહેલાં આયોજિત બેઠકમાં ભારતને 2028ની ચૅમ્પિયનશિપ્સનું યજમાનપદ આપવામાં આવ્યું હતું.

આ જાણકારી ભારતના ભૂતપૂર્વ ચૅમ્પિયન રનર અને વર્લ્ડ ઍથ્લેટિક્સના ઉપ-પ્રમુખ આદિલ સુમારીવાલાએ પીટીઆઇને પોલૅન્ડથી પીટીઆઇને આપી હતી. ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં 2028ની વર્લ્ડ ઇન્ડોર ચૅમ્પિયનશિપ્સના આયોજન માટે બિડ મોકલ્યું હતું. વર્લ્ડ ઍથ્લેટિક્સના બે મેમ્બર જાન્યુઆરીમાં ભુવનેશ્વર આવ્યા હતા જ્યાં તેમણે કાલિન્ગા સ્ટેડિયમમાં અદ્યતન સુવિધાઓની સમીક્ષા કરી હતી અને ભારતને યજમાનપદ આપવાનો હવે નિર્ણય લેવાયો છે.