મુંબઈઃ ભારતમાં ઈન્ટરનેટ અને ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે એમ કહેવામાં ખોટું નથી. આજે દરેક સામાન્ય પરિવારમાં પણ મોબાઈલ અને ઈન્ટરનેટ ક્નેક્શન એક પ્રાથમિક જરૂરિયાતમાં સામેલ છે. આવા નાના-મોટા ક્નેક્શનની ગણતરી કરીને TRAI એ એક આંકડાકીય રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં દેશમાં કેટલા ટેલિકોમ યુઝર્સ છે અને સૌથી વધારે કઈ કંપની પાસે છે એની ચોખવટ કરી છે. આ ટેલિકોમ યુઝર્સની સંખ્યા આફ્રિકાના આઈલેન્ડ અને સેશલ્સ દેશની વસતી કરતા પણ વધારે છે. કોમોરોસ અને કેપ વરદે ટાપુની કુલ જનસંખ્યા કરતા પણ વધારે ભારતમાં ટેલિકોમ યુઝર્સ છે. આ વખતે જિયો દેશની સૌથી મોટી કંપની હોવા છતાં, મે મહિનામાં નવા યુઝર્સ ઉમેરવાની બાબતમાં એરટેલે તેનાથી આગળ નીકળી ગયું.
ફિક્સ લાઈન યુઝર્સ વધારે
મે મહિનામાં એરટેલે તેની મોબાઇલ અને ફિક્સ્ડ-લાઇન સેવાઓમાં કુલ 2.98 મિલિયન વપરાશકર્તાઓ ઉમેર્યા. જેમાંથી 2.926 મિલિયન મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ હતા. દરમિયાન, જિયોએ 2.255 મિલિયન નવા યુઝર્સ પોતાના નેટવર્કમાં ઉમેર્યા, જેમાં 2.154 મિલિયન મોબાઇલ વપરાશકર્તાઓ અને 0.101 મિલિયન ફિક્સ્ડ-લાઇન વપરાશકર્તાઓનો સમાવેશ થાય છે. બંને કંપનીઓએ મળીને કુલ 5.236 મિલિયન વપરાશકર્તાઓનો તેમનો ગ્રાહક આધાર વધાર્યો.આ રિપોર્ટ પરથી કહી શકાય કે, દુનિયામાં સૌથી વધારે ટેકિકોમ યુઝર્સની સંખ્યામાં ભારતે બાજી મારી લીધી છે. આ ટેલિકોમ યુઝર્સમાં સૌથી વધારે સિમ યુઝર્સ છે અને એ પછી ટેલિફોન લેન્ડલાઈન યુઝર્સ છે.
મે મહિનામાં વધ્યા યુઝર્સ
ભારતમાં ટેલિકોમ વપરાશકર્તાઓની સંખ્યામાં ગત મે મહિનામાં પણ વધારો જોવા મળ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના તાજેતરના ડેટા અનુસાર, દેશમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા 1.3431 અબજ થઈ ગઈ છે. ભારતમાં ટેલિકોમ વપરાશકર્તાઓની સંખ્યા વિશ્વભરના સેંકડો દેશોની કુલ વસ્તી કરતાં વધી ગઈ છે.આ આંકડો જાહેર કરતાની સાથે જે તે ટેલિકોમ કંપનીઓનો ડેટા પણ જાહેર થયો છે. ખાસ કરીને નવા યુઝર્સના મામલે કંપનીઓએ કેટલી પ્રગતિ કરી એનો ગ્રાફ સામે આવ્યો છે. એપ્રિલમાં ગ્રાહકોની સંખ્યા 1.3375 અબજ હતી અને મે મહિનામાં 0.42 ટકા વધીને 1.34 અબજનો આંકડો પાર કરી ગઈ છે. આ બાબતમાં ફક્ત ચીન જ ભારતથી આગળ છે.
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની
જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે જેમાં સૌથી વધુ ગ્રાહકો છે. તેના કુલ ગ્રાહકોની સંખ્યા 52.96 કરોડ છે. એરટેલ 37.6 કરોડ યુઝર્સ સાથે બીજા ક્રમે, વોડાફોન આઈડિયા 12.9 કરોડ વપરાશકર્તાઓ સાથે ત્રીજા ક્રમે અને દેશની એકમાત્ર સરકારી કંપની, BSNL, 2.7 કરોડ યુઝર્સ સાથે ચોથા ક્રમે છે. દેશના કુલ ટેલિકોમ સબ્સ્ક્રાઇબર બેઝમાં વાયરલેસ કનેક્શનનો હિસ્સો ઝડપથી વધી રહ્યો છે. આ મોબાઇલ કનેક્ટિવિટીની સાથે IoT અને વાયરલેસ બ્રોડબેન્ડ સેવાઓની વધતી માંગ દર્શાવે છે. વાયરલેસ ક્નેક્શન વાપરતા યુઝર્સની સંખ્યા એપ્રિલમાં 1.2889 અબજથી વધીને મે મહિનામાં 1.2944 અબજ થઈ ગઈ છે. આમાંથી, 1.1458 અબજ મોબાઇલ સિમ કાર્ડ યુઝર્સ છે, જ્યારે 13.11 મિલિયન મશીન-ટુ-મશીન (M2M) સિમ છે.
ક્નેક્શનની ગણતરી આ રીતે થઈ
જ્યારે સ્ટાન્ડર્ડ સિમનો ઉપયોગ ડેટા અને કોલ્સ બંને માટે થાય છે, ત્યારે M2M સિમનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિશન માટે થાય છે, તેનો ઉપયોગ સ્માર્ટ મીટર, વેન્ડિંગ મશીન, ફ્લીટ ટ્રેકિંગ અને સુરક્ષા સિસ્ટમમાં થાય છે. વધુમાં, દેશમાં ફિક્સ્ડ વાયરલેસ સેવાઓનો ઉપયોગ કરતા 11.7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. આ ઉપરાંત ઘણા યુઝર્સ પાસે એકથી વધારે ક્નેક્શન છે. આ સંખ્યાને પણ અહીં આવરી લેવામાં આવ્યા છે. આફ્રિકાના સેશલ્સના ટાપૂની વસતી કરતા પણ વધારે ભારતમાં ટેલિકોમ યુઝર્સ છે. ખાસ કરીને એક જ ગ્રૂપના ક્નેક્શન અને સીયુજી પ્લાનને એક જ પોસ્ટ ક્નેક્શન તરીકે ગણવામાં આવ્યું હતું.