Fri Apr 17 2026

Logo

રશિયા પાસેથી તેલ ખરીદવા કોઈની મંજૂરીની જરૂર નથીઃ ભારત...

2026-03-07 18:14:00
Author: Viral Rathore
Article Image

AI Generated Images


નવી દિલ્હીઃ ભારતને રશિયાથી તેલ મંગાવવાની છૂટ આપ્યાના અમેરિકી દાવા બાદ ભારતે આ વિષય પર મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. ભારત સરકારે ચોખવટ કરતા કહ્યું હતું કે, રશિયા પાસેથી તેલ ખરીદવા માટે આપણે કોઈની મંજૂરીની જરૂર નથી. રશિયા પાસેથી તેલની ખરીદી યથાવત રહેશે. અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલાએ દુનિયાના એનર્જી સેક્ટરને ઉથલપાથલ કરી નાંખ્યું છે. આ યુદ્ધના કારણે ક્રુડ ઓઈલની કિંમતમાં વધારો થયો છે. ઈરાનમાં આવેલા હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાંજ પસાર ન થવા દેવાની ધમકી બાદ ક્રુડ ઓઈલ પર માઠી અસર થઈ છે. 

શોર્ટ ટર્મ છૂટ પર કોઈ નિર્ભરતા નથી
ભારત સરકાર તરફથી સામે આવેલા નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તેલ ખરીદવા માટે કોઈ શોર્ટ ટર્મ છૂટ પર ભારત નિર્ભર નથી. ભારત રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ક્યારેય કોઈ દેશની મંજૂરી પર નિર્ભર રહ્યો નથી. ભારત ફેબ્રુઆરી 2026થી રશિયા પાસેથી ક્રુડ ઓઈલની આયાત કરી રહ્યો છે. ભારત માટે રશિયા હજુ પણ ક્રુડ ઓઈલને લઈ મોટો સપ્લાયર રહ્યો છે. અમેરિકાએ ફેબ્રુઆરીમાં એક ટ્રેડ ડીલ અંતર્ગત ભારતીય એક્સપોર્ટ પર 25 ટકા ડ્યૂટી પાછી ખેંચી હતી. ભારત પાસે શોર્ટ ટર્મના કેટલાક મુદ્દાઓને ઉકેલવા 250 મિલિયન બેરલથી વધારે ક્રુડ અને પેટ્રોલિયમ ઉત્પાદનનો પૂરતો સ્ટોક છે. 

ગેસના સિલિન્ડરમાં ભાવ વધારો
ભારતમાં ઈરાન યુદ્ધની અસર અંતર્ગત રાંધણગેસ પર એની અસર થઈ છે. LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો થયો હતો. આ સાથે કોર્મશિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો હતો. દુનિયાભરમાં ગત શુક્રવારે ક્રુડ ઓઈલના ભાવમાં 8.5 ટકાનો વધારો થયો હતો. ભારત તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા માટે આપણે કોઈ દેશની મંજૂરીની જરૂર નથી. આવી મંજૂરી પર ભારત નિર્ભર નથી. અમેરિકાએ આપેલી છૂટ, જેનાથી રીફાઈનર ક્રુડ ખરીદી શકે છે, તકરાર દૂર કરી શકે છે આવા મુદ્દાઓ દેશની પોલીસી નક્કી નથી કરતા. 

અમેરિકાનો મોટો અણગમો
ભારત સરકાર તરફથી એક ઉચ્ચ અધિકારીએ એવી પણ ચોખવટ કરી કે, અમેરિકાના અણગમા વચ્ચે અને સેક્શન લગાવ્યા બાદ પણ રશિયાનું ક્રુડ ભારત આવતું હતું. વર્ષ 2013માં જ્યારે કોંગ્રેસની સરકાર સત્તા પર હતી એ સમયે કોંગ્રેસ સરકાર દ્વારા અમેરિકી સેક્શન અંતર્ગત ક્રુડ ઓઈલના આયાતને લઈ કેટલાક એડજસ્ટમેન્ટનો ઉલ્લેખ કર્યો હતો. હકીકત એ પણ છે કે, રશિયા ભારતનું મિત્ર રાષ્ટ્ર છે. આ પહેલા પણ ક્રુડ ઓઈલને લઈ રશિયા ભારતનું મુખ્ય ઓઈલ સપ્લાયર્સ રહ્યું હતું. ઈરાન યુદ્ધને લઈને માહોલ જ્યારે તણાવગ્રસ્ત છે ત્યારે ભારતીય તેલ કંપનીઓએ પણ સ્પષ્ટતા કરી છે કે, આપણા દેશ પાસે પૂરતું ઓઈલ છે.