નવી દિલ્હીઃ આજની 7 મેની તારીખ ભારતના લોકો માટે અત્યંત ખાસ છે. આજથી બરાબર એક વર્ષ પહેલા ભારતે પહલગામ આતંકી હુમલાનો બદલો લીધો હતો અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓને નેસ્તનાબૂદ કર્યા હતા. ભારતે પહેલી વખત ઘરમાં જઈને આંતકીઓના ઠેકાણા ધ્વસ્ત કરી દીધા હતા. ભારત સરકારે સેનાના આ અભિયાનને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું હતું. ભારતીય સશસ્ત્ર દળોએ આ ઓપરેશન દ્વારા પાકિસ્તાનને માત્ર 3 દિવસમાં જ ઘૂંટણિયે લાવી દીધું હતું.
આજે ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ પગલું ભર્યું છે. પીએમ મોદીએ X પર પોતાની DP બદલી દીધી છે. પીએમ મોદીએ ડીપીમાં અત્યારે ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી તસવીર લગાવી છે. આ તસવીરમાં ઓપરેશન સિંદૂરનો લોગો છે અને તેની ઉપર ગર્વથી તિરંગો લહેરાઈ રહ્યો છે. આ બાબતે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ છે.
A year ago, during #OperationSindoor, our armed forces showcased their valour and gave a firm response to those who attacked our people. Every Indian is proud of our armed forces. As a mark of respect to our forces and their success during #OperationSindoor, let us all change our… pic.twitter.com/w4A3j1bGTw
— Narendra Modi (@narendramodi) May 7, 2026
પીએમ મોદીએ શું કહ્યું?
ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, એક વર્ષ પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સશસ્ત્ર દળોએ અજોડ સાહસ, ચોકસાઈ અને દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું. તેમણે પહલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરવાની હિંમત કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. સમગ્ર દેશ આપણી સેનાના શૌર્યને સલામ કરે છે’. મૂળવાત એ છે કે, પીએમ મોદીએ ઓપરેશન સિંદૂનના વખાણ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે.
Operation Sindoor
— Indian Air Force (@IAF_MCC) May 6, 2026
Justice served.
Precise in action, eternal in memory—Operation Sindoor continues.
India forgets nothing-India forgives nothing.#operation #Sindoor #operationsindoor #IAF @PMOIndia@rajnathsingh@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi… pic.twitter.com/GWvnY9Udjl
આ સાથે સાથે ભારતીય સેના દ્વારા પણ ઓપરેશન સિંદૂરનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાએ લશ્કરી કાર્યવાહીનો એક વીડિયો શેર કરતા લખ્યું કે, ‘ભારત કંઈ ભૂલતું નથી; ભારત કંઈ માફ કરતું નથી’. હજી પણ આંતકવાદીઓ સામે આ કાર્યવાહી ચાલુ રહેશે તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ભારત દ્વારા આંતકીઓને ઠાર કરવા માટે આ ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. જેને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. 2025માં આ જ દિવસે (07, મે 2025) આ ઓપરેશન શરૂ કરવાામં આવ્યું અને આંતકીઓને ઠાર કરવામાં આવ્યાં હતાં.