Tue Sep 15 2026

Logo

વિદેશ નીતિ પર જયરામ રમેશનો પ્રહાર, કહ્યું આ 'ડિપ્લોમેસી' નહિ 'હગ્લોમેસી'

2026-08-16 18:03:11
Author: Chandrakant Kanoja
વિદેશ નીતિ પર જયરામ રમેશનો પ્રહાર, કહ્યું આ 'ડિપ્લોમેસી' નહિ 'હગ્લોમેસી'

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પીએમ મોદી પર વિદેશ નીતિ અંગે આપેલા નિવેદન મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી સમજ્યા હતા કે લોકોને ગળે લગાવવા જ વિદેશ નીતિ છે. જેની પર ભાજપે વળતો પ્રહાર કર્યો હતો. તેમજ તેને પીએમ મોદીનું અપમાન ગણાવ્યું હતું. તેની બાદ હવે કોંગ્રેસ નેતા જયરામ રમેશે "હગ્લોમેસી " શબ્દનો ઉપયોગ કરીને વિદેશ નીતિને નબળી ગણાવી હતી. 

આજે ડિપ્લોમેસી ક્યાં છે

કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાહુલ ગાંધી અને સંદીપ દીક્ષિતના ઘટનાક્રમની ટિપ્પણીઓનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે તેમને તેમાં કંઈ વાંધાજનક લાગ્યું નથી. તેમણે કહ્યું કે આ વાસ્તવિક પ્રશ્ન એ છે કે આજે ડિપ્લોમેસી  ક્યાં છે. તેમણે કહ્યું કે હવે જે અસ્તિત્વમાં છે તે "હગ્લોમેસી" છે .દરેકને ગળે લગાવવવા વિદેશી નેતાઓને નજીકના મિત્રો ગણાવવા અને નાના દેશોને પોતાને પુરસ્કારો અને ચંદ્રકો આપવાનું કહેવું આ બધુ શું છે. 

આ પ્રકારની વિદેશ નીતિ ભારતના હિતમાં નથી

જયરામ રમેશે જણાવ્યું હતું કે, આ પ્રકારની વિદેશ નીતિ ભારતના હિતમાં નથી. તેમણે  કહ્યું તેનાથી દેશ નબળો પડ્યો છે.તેમણે વિદેશ નીતિ પર ગંભીર ચર્ચા કરવાની અપીલ કરી હતી.

ભાજપે આ ઘટનાક્રમનો  વિરોધ કરી અપમાન ગણાવ્યું 

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 13 ઓગષ્ટના રોજ દિલ્હીના માવલંકર હોલમાં આયોજિત 'રચનાત્મક કોંગ્રેસ સંમેલન'માં વિદેશ નીતિ અંગે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે  કહ્યું હતું કે મને ખબર નથી કે તેમને આ વિચાર ક્યાંથી આવ્યો કે ગળે લગાવવા એ વિદેશ નીતિ  છે. ત્યારબાદ, રાહુલ ગાંધી મંચ પર કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતને ગળે મળ્યા હતા. ભાજપે આ ઘટનાનો વિરોધ કર્યો અને તેને વડાપ્રધાનનું અપમાન ગણાવ્યું હતું.