Sun Sep 06 2026

Logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓડિશામાં કહ્યું દેશ ઝડપથી નકસલવાદ મુક્ત થશે...

2026-03-06 18:19:00
Author: Chandrakant Kanoja
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓડિશામાં કહ્યું દેશ ઝડપથી નકસલવાદ મુક્ત થશે...

કટક : દેશને નકસલવાદ મુકત કરવાના સંકલ્પને  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓડિશામાં દોહરવ્યો છે. તેમણે જણાવ્યું  હતું કે સુરક્ષા દળો તેમની સતત કાર્યવાહીને કારણે નકસલવાદને નાબૂદ કરવાની નજીક છે. તેમજ 31 માર્ચ 2026 સુધી આ લક્ષ્યને હાંસલ કરી લેવામાં આવશે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ  આંધ્રપ્રદેશના તિરુપતિથી નેપાળના પશુપતિનાથ મંદિર સુધી રેડ કોરિડોર બનાવવાનું ષડયંત્ર સ્વપ્ન જુએ છે. 

દેશ નકસલવાદને નાબૂદ કરવાની નજીક 

ઓડિશાના કટક જિલ્લાના મુંડાલી ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ ના 57મા સ્થાપના દિવસ સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા એજન્સીઓએ નક્સલવાદ સામે અસરકારક કાર્યવાહી કરી છે અને દેશ નકસલવાદને નાબૂદ  કરવાની નજીક છે. અમિત શાહે  સીઆઈએસએફની ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું કે આ દળ દેશમાં મુખ્ય સ્થાપનોનું રક્ષણ કરીને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ રાષ્ટ્રની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે અને નક્સલવાદને નાબૂદ કરવા તરફ નોંધપાત્ર પ્રગતિ કરી છે.

અમિત શાહ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઓડિશાના પ્રવાસે છે. શુક્રવારે ભુવનેશ્વર એરપોર્ટ પર મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ તેમનું સ્વાગત કર્યું હતું.  આ પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમિત શાહ ઓડિશામાં  રૂપિયા 1,159.03 કરોડના કુલ 69 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત રૂપિયા 2,116.06 કરોડના 130 નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.