Mon Oct 05 2026

Logo

તહેવારો દરમિયાન મોંધી થશે હવાઈ યાત્રા, સરકાર કોઇ નિયંત્રણ નહિ રાખે

2026-09-22 17:53:52
Author: Chandrakant Kanoja
તહેવારો દરમિયાન મોંધી થશે હવાઈ યાત્રા, સરકાર કોઇ નિયંત્રણ નહિ રાખે

નવી દિલ્હી: દેશમાં તહેવારોની શરૂઆત થવાની છે. ત્યારે સામાન્ય રીતે એરલાઇન કંપનીઓ દ્વારા હવાઈ ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. જોકે, આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે કે સરકારે ઈંધણ અને વધતાં ખર્ચના પગલે સરકાર કોઇ ભાડાની અપર કેપ નક્કી નહિ કરે. પરંતુ એરલાઇન કંપનીઓને યોગ્ય એર ફેર રાખવા સલાહ આપવામાં આવી છે. 

ભાડા સંતુલિત રાખવા માટે એરલાઇન્સને સલાહ

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર બજાર-આધારિત સ્પર્ધાત્મક દરોમાં સીધો હસ્તક્ષેપ કરશે નહીં. જોકે, સામાન્ય મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભાડા સંતુલિત રાખવા માટે એરલાઇન્સને સલાહ આપવામાં આવી છે. 

એરલાઇન કંપનીઓ સાથે નિયમિત સમીક્ષા બેઠકો

કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે મંત્રાલય તહેવારો મોસમ અને મોટા કાર્યક્રમો દરમિયાન હવાઈ ભાડાના વલણો પર સતત નજર રાખે છે. તેમણે જણાવ્યું હતું કે, અમે એરલાઇન કંપનીઓ સાથે નિયમિત સમીક્ષા બેઠકો યોજી રહ્યા છીએ. અમે તેમને સ્પષ્ટપણે સૂચના આપી છે કે તહેવારોના સમયગાળા દરમિયાન ભાડા વ્યાજબી સ્તરે રાખવાં જોઈએ. જેથી ઘરે જઈ રહેલા સામાન્ય મુસાફરો પર આર્થિક બોજ ન વધે.