ચોમાસું હવે કઈ તરફ વળશે? 6 સપ્ટેમ્બરે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ચોમાસુ મોડું મોડું સક્રિય થયું છે. ચોમાસુ સીઝન અંતિમ તબક્કામાં છે પણ વરસાદની તીવ્રતા જોતા એવું લાગે છે કે, વરસાદી સીઝન હજુ પ્રારંભિક તબક્કે હોય. દિલ્હીથી લઈને ઈન્દૌર સુધીના મેદાની રાજ્યોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. દેશભરમાં અંતિમ તબક્કામાં ફરી ચોમાસું ફરી સક્રિય થયું છે. આકાશમાં વાદળો ફરી છવાઈ ગયા છે, અને છેલ્લા બે દિવસથી દિલ્હીમાં વરસાદ થતા તાપમાન નોંધપાત્ર રીતે નીચું ઊતર્યું છે. આથી લોકોને ગરમીથી રાહત મળી છે. આ ભેજવાળુ વાતાવરણ આજે પણ ચાલુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે ચેતવણી જાહેર કરી છે. ગુજરાતની વાત કરવામાં આવે તોગુજરાતમાં આગામી બે દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.
પહાડી વિસ્તારોમાં મોટું એલર્ટ
તા.6 સપ્ટેમ્બરે દેશના અનેક વિસ્તારોમાં ચોમાસુ સક્રિય રહેશે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આશરે 24 રાજ્યો માટે વરસાદની ચેતવણી આપવામાં આવીછે. પરિસ્થિતિઓમાં વીજળી પડવાની અને 40 થી 60 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવનની સ્થિતિનો સમાવેશ થઈ શકે છે. પશ્ચિમ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ, જેમાં મેરઠ, મુઝફ્ફરનગર, આગ્રા, મથુરા, બરેલી, લખનૌ, અયોધ્યા, વારાણસી અને ગોરખપુરનો સમાવેશ થાય છે, જ્યારે પહાડી વિસ્તારોમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનનું જોખમ રહેલું છે. દેહાદૂન, નૈનિતાલ, બાગેશ્વર, કાંગડા વેલી, મંડી અને કુલ્લુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બિહાર અને ઝારખંડમાં પણ હવમાન ભેજવાળું રહેશે. પટણા, ગયા, ભાગલપુર, મુઝ્ઝફરપુર, રાંચી, ધનબાદ અને જમશેદપુરમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વરસાદ થશે?
રાજસ્થામાં આગામી બેથી ત્રણ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. જયપુર, બીકાનેર, જૈસલમેર,અજમેર અને ઉદયપુરમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશમાં પણ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ગુજરાતમાં 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમથી હળવા વરસાદના ઝાપટાં પડી શકે છે. આ કારણે રાજ્યનું વાતાવરણ પણ ભેજવાળુ રહી શકે છે. મધ્ય પ્રદેશ પર વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો એની અસર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જોવા મળી શકે એમ છે. સતત ભેજ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે થોડા સમય માટે સૂર્યદેવ હાજરી આપી શકે છે. આથી બફારો વધે એવી પૂરી શક્યતાઓ છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. ગુજરાતમાં વરસાદી વાદળો ઓછા છે, માત્ર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા પડી શકે એમ છે. 11 સપ્ટેમ્બર સુધી હવામાના ખાતા તરફથી ખાસ કોઈ ભારે એલર્ટ નથી.

રાજધાનીમાં હવામાં રહેશે ભેજવાળુ
દિલ્હી-એનસીઆરમાં આજે હવામાન ભીનું રહેશે. રાષ્ટ્રીય રાજધાની - દિલ્હી - તેમજ નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ સાથે સમયાંતરે વરસાદની સંભાવના છે. સવારના સમયે ઘણા વિસ્તારોમાં ખૂબ જ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ, બપોર અને સાંજ દરમિયાન વરસાદનો બીજો એક ઝરણું - સંભવિત રીતે મધ્યમ તીવ્રતાનો - થઈ શકે છે. વરસાદને કારણે, દિવસનું મહત્તમ તાપમાન 29°C અને 31°C ની વચ્ચે રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 24°C થી 26°C ની આસપાસ રહેવાની ધારણા છે