Tue Jun 30 2026

Logo

આધાર કાર્ડ યુઝર્સ સાવધાન: ઓનલાઈન ફ્રોડ અને ડેટા ચોરીથી બચવા આ કામ આજે જ કરી લો, નહીંતર...

2026-06-30 13:54:00
Author: Darshana Visaria
Article Image

આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ એક અત્યંત મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ બની ગયું છે. બેંક એકાઉન્ટ ખોલાવવાથી લઈને નવું સિમ કાર્ડ ખરીદવા સુધી, દરેક જગ્યાએ આધારનો ઉપયોગ થાય છે. પરંતુ, તેની સાથે જ આધાર ડેટાના દુરુપયોગ અને ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આ જ સાયબર ગુનાઓ અને ડેટા લીકથી યુઝર્સને બચાવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ એક શાનદાર સિક્યોરિટી ફીચર આપે છે, જેની મદદથી તમે તમારા આધાર ડેટા અને બાયોમેટ્રિક્સને ગમે ત્યારે લોક કે અનલોક કરી શકો છો.

આધાર લોક કરવાથી શું ફાયદો થશે?
જ્યારે તમે તમારું આધાર લોક કરો છો, ત્યારે કોઈ પણ વ્યક્તિ તમારા બાયમેટ્રિક્સ, આંખોનું સ્કેન કે ડેમોગ્રાફિક વિગતોનો ઉપયોગ કરીને તમારી જાણ બહાર કોઈ વેરિફિકેશન કે ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. આ ફીચર તમારા ડિજિટલ ડેટાને સંપૂર્ણપણે સુરક્ષિત કવચ પૂરું પાડે છે. જ્યારે તમારે પોતે તેનો ઉપયોગ કરવો હોય, ત્યારે તમે તેને સરળતાથી અનલોક પણ કરી શકો છો.

આધાર લોક અને અનલોક કરવાની ઓનલાઈન રીત:
1.    યુઆઈડીએઆઈની ઓફિશિયલ વેબસાઈટ પરથી
2.    સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
3.    અહીં 'My Aadhaar' સેક્શનમાં જઈને 'Aadhaar Services' પર ક્લિક કરો.
4.    ત્યારબાદ તમને 'Lock/Unlock Biometrics' અથવા 'Aadhaar Lock and Unlock Service' નો ઓપ્શન જોવા મળશે.
5.    ત્યાં તમારો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી અને કેપ્ચા કોડ દાખલ કરો.
6.    તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તેને સબમિટ કરતા જ તમે સિંગલ ક્લિકમાં તમારું આધાર લોક કે અનલોક કરી શકશો.

mAadhaar એપ પરથીઃ
1.    તમારા સ્માર્ટફોનમાં mAadhaar એપ ડાઉનલોડ કરીને પ્રોફાઈલ સેટ કરો.
2.    એપમાં લોગ-ઈન કર્યા બાદ તમને હોમ સ્ક્રીન પર જ 'Biometric Lock/Unlock' અથવા 'Aadhaar Lock/Unlock' નો વિકલ્પ મળશે.
3.    અહીં ઓટીપી વેરિફિકેશન દ્વારા તમે ખૂબ જ સરળતાથી તમારા ડેટાને સુરક્ષિત કરી શકો છો.

વર્ચ્યુઅલ આઈડીની જરૂર કેમ પડશે?
નોંધનીય છે કે એકવાર તમે તમારું આધાર કાર્ડ લોક કરી દો, એ પછી ભવિષ્યમાં તેને અનલોક કરવા માટે 16 ડિજિટના વર્ચ્યુઅલ આઈડીની જરૂર પડે છે. આ વીઆઈડી પણ તમે યુઆઈડીએઆઈની વેબસાઇટ પરથી અથવા એસએમએસ દ્વારા અગાઉથી જ જનરેટ કરીને રાખી શકો છો. વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સાયબર ફ્રોડથી બચવા માટે આ સુરક્ષા સુવિધાનો જરૂર પડે ત્યારે અવશ્ય ઉપયોગ કરવો.