Sat Sep 26 2026

Logo

આસામમાં સતત બીજીવાર હિમંતા સરકાર, શપથગ્રહણમાં PM રહ્યાં હાજર

2026-05-12 12:17:00
Author: Mumbai Samachar Team
આસામમાં સતત બીજીવાર હિમંતા સરકાર, શપથગ્રહણમાં PM રહ્યાં હાજર

ગુવાહાટીઃ આસામના રાજકારણમાં ઇતિહાસ રચાઇ ગયો છે. ભાજપની આગેવાનીમાં એનડીએની પ્રચંડ જીત બાદ હિમંતા વિશ્વા સરમા સતત બીજી વાર આસામના મુખ્યપ્રધાન બન્યા છે. ગુવાહાટીના ખાનાપોરામાં હિમંતાના શપથગ્રહણમાં પીએમ મોદી સહિત દેશના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા.

હિમંતાની સાથે 4 મંત્રીઓને પણ રાજ્યપાલે શપથ લેવાડવ્યા. હિમંતા પહેલા બિન-કોંગ્રેસી નેતા બન્યા છે જે સતત બીજી વાર મુખ્યપ્રધાનનું પદ સંભાળી રહ્યા છે. શપથગ્રહણમાં કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે હાજર રહ્યા. સમારોહમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યાં. 

રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ખાનાપોરામાં હિમંતાની સાથે અન્ય ચાર મંત્રીઓ શમેશ્વ તેલી, અજંતા નિયોગ, અતુલ બોરા અને ચરણ બોરોએ મંત્રી પદના શપથ લીધા. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મંત્રી મંડળમાં 18થી 19 મંત્રીઓ હોઇ શકે છે. મહત્વનું છે કે આસામમાં ભાજપને 102 સીટ મળી છે.