Sat Sep 12 2026

Logo

ગુજરાતમાં તાપમાનનો પારો ચડ્યો, મોટા ભાગના શહેરોમાં ગરમી વધી

2026-02-25 20:55:06
Author: Pooja Shah
ગુજરાતમાં તાપમાનનો પારો ચડ્યો, મોટા ભાગના શહેરોમાં ગરમી વધી

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉપર ચડતો જાય છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 38 ડિગ્રી સુધી નોંધાયું હતું. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે અને જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. 

મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં બુધવારે 36.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જયારે લઘુતમ તાપમાન 21.8 ડિગ્રી રહ્યું હતુ. વહેલી સવાર અને મોડી સાંજને બાદ કરતા દિવસ દરમિયાન ગરમીનો માહોલ રહ્યો હતો. વડોદરામાં મહત્તમ તાપામન 35.8 ડિગ્રી અને લઘુતમ 19.6 ડિગ્રી નોંધાયું હતું.

સુરતમાં પણ સૂર્યદેવતાનો તાપ વર્તાયો હતો. મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.7 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. તો સૌરાષ્ટ્રનું રાજકોટ 36.6 ડિગ્રીએ તપ્યું હતું જ્યારે લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું. કંડલા, ડિસા, નલિયા વગેરેમાં 36થી 34 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહ્યું હતું.