Fri May 01 2026

Logo

ગુજરાતમાં ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર; નલિયામાં હજુ પણ ગુલાબી ઠંડીનો ચમકારો!

2026-02-22 08:37:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોના સમયે મોટાભાગના શહેરોમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડી ધીમે ધીમે ગાયબ થઈ રહી છે, જ્યારે બપોરના સમયથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના મોટા શહેરોમાં બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે સાથે સાથ નલિયામાં ન્યુનત્તમ તાપમાનનો પારો ૧૫.૨ ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અમદાવાદમાં મહત્તમ 34.3 ડિગ્રી સેલ્સીયસ અને ન્યુમત્તમ 20.3 ડિગ્રી સેલ્સીયસ, અમરેલીમાં મહત્તમ 34.3 ડિગ્રી સેલ્સીયસ અને ન્યુમત્તમ 20.3 ડિગ્રી સેલ્સીયસ, ભાવનગરમાં મહત્તમ 33.4 ડિગ્રી સેલ્સીયસ અને ન્યુમત્તમ 21 ડિગ્રી સેલ્સીયસ, ભુજમાં મહત્તમ 35.3 ડિગ્રી સેલ્સીયસ અને ન્યુમત્તમ 18 ડિગ્રી સેલ્સીયસ, ડીસામાં મહત્તમ 34.8 ડિગ્રી સેલ્સીયસ અને ન્યુમત્તમ 18.5 ડિગ્રી સેલ્સીયસ, ગાંધીનગરમાં મહત્તમ 33.5 ડિગ્રી સેલ્સીયસ અને ન્યુમત્તમ 19.8 ડિગ્રી સેલ્સીયસ, નલિયામાં મહત્તમ 34.8 ડિગ્રી સેલ્સીયસ અને ન્યુમત્તમ 15.2 ડિગ્રી સેલ્સીયસ, રાજકોટમાં મહત્તમ 36.8 ડિગ્રી સેલ્સીયસ અને ન્યુમત્તમ 19.8 ડિગ્રી સેલ્સીયસ, સુગતમાં મહત્તમ 36.8 ડિગ્રી સેલ્સીયસ અને ન્યુમત્તમ 20.5 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયુ હતું. 


ભારતમાં હવામાનની વાત કરવામાં આવે તો, ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારતના હવામાનમાં બેવડી અસર જોવા મળશે. દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા છે, જ્યારે મધ્ય અને ઉત્તર ભારતમાં તાપમાનમાં સતત વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને તમિલનાડુ અને કેરળના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દેશના અન્ય ભાગોમાં ગરમીનો પારો ધીમે ધીમે ઊંચો જશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૨ ફેબ્રુઆરીએ કેરળ અને માહેમાં ગાજવીજ, વીજળીના કડાકા અને ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત, ૨૩ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. એક તરફ દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારો વરસાદથી ભીંજાશે, તો બીજી તરફ મધ્ય ભારતના રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો થતા ઉનાળાની શરૂઆત જેવો અનુભવ થશે.