Wed Jun 17 2026

Logo

ગુજરાતમાં UCCના અમલ માટે દિલ્હીમાં હાઈલેવલ બેઠક: જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ડ્રાફ્ટની સમીક્ષા

2026-02-19 19:02:06
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી/ગાંધીનગરઃ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC)ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં UCCના અમલીકરણથી પ્રગતિશીલ અને સમાનતા આધારિત કાયદાકીય માળખું તૈયાર થશે અને દરેક નાગરિકને સમાન ન્યાય અને અધિકાર મળશે. 

અહીંની બેઠકમાં સમિતિ દ્વારા અત્યાર સુધી તૈયાર કરાયેલ કાયદાના મુસદ્દાની સમીક્ષા કરવામાં હતી, જેમાં લગ્ન, છૂટાછેડા, વારસા હક્ક અને દત્તક વિધાન જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. 

ઉપરાંત, સમિતિએ જણાવ્યું હતું કે સામાજિક સમરસતા જળવાઈ રહે તે હેતુથી ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે તમામ સમુદાયોના હિતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અગાઉ મેળવવામાં આવેલા નાગરિકોના સૂચનો અને વિવિધ સામાજિક-ધાર્મિક સંગઠનો સાથેની ચર્ચાઓ બાદ તૈયાર કરવામાં આવેલા અંતિમ તારણો અંગે સમિતિના સભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.