Fri Jun 19 2026

Logo

ગુજરાતના 150 તાલુકામાં વરસાદ, રાજ્યમાં સૌથી વધારે વરસાદ અમદાવાદમાં, બીજે કેટલો પડ્યો ?

2026-06-02 10:03:00
Author: Mayur Patel
Article Image

 

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં દરમિયાન ગુજરાતના 150 તાલુકામાં વરસાદ પડ્યો છે. અમદાવાદના ધંધૂકામાં સૌથી વધુ 3.74 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યમાં એક તાલુકામાં 3 ઇંચથી વધારે, એક તાલુકામાં 2 ઇંચથી વધુ, 16 તાલુકામાં 1 ઇંચથી વધુ, 27 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે 105 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

ક્યાં કેટલો પડ્યો વરસાદ

રાજ્યમાં અમદાવાદના ધંધૂકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. ધંધૂકામાં 3.74 ઇંચ, ઉમરપાડામાં 2.76 ઇંચ, ખેડામાં 1.73 ઇંચ, માતરમાં 1.57 ઇંચ, લખતરમાં 1.57 ઇંચ, ચુ઼ડામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ તાલુકાઓમાં 1 થી 1.50 ઇંચ સુધી વરસાદ

નડિયાદમાં 1.46 ઇંચ, વાલોદમાં 1.22 ઇંચ, હાંસોટમાં 1.18 ઇંચ, વઘાઈમાં 1.18 ઇંચ, ભરૂચમાં 1.14 ઇંચ, માણસામાં 1.14 ઇંચ, દસાડામાં 1.14 ઇંચ, વ્યારામાં 1.14 ઇંચ, ઉમરેઠમાં 1.10 ઇંચ, મહુધામાં 1.10 ઇંચ, તલોદમાં 1.10 ઇંચ, ચિખલીમાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો.

આ તાલુકાઓમાં પડ્યો 1 ઇંચથી ઓછો વરસાદ  

રાધનપુરમાં 0.98 ઇંચ, સાઠંબામાં 0.94 ઇંચ, મહુવામાં 0.94 ઇંચ, લાખણીમાં 0.94 ઇંચ, ધોલેરામાં 0.91 ઇંચ, લીંબડીમાં 0.91 ઇંચ, બોરસદમાં 087 ઇચ, દીઓદરમાં 0.87 ઇંચ, કપડવંજમાં 0.83 ઇંચ, વાગરામાં 0.79 ઇંચ, અંબીકામાં 0.79 ઇંચ, ડોલવણમાં 0.75 ઇંચ, વાંસદામાં 0.71 ઇંચ, વઢવાણમાં 0.71 ઇંચ, ચાણસ્મામાં 0.67 ઇંચ, ખેરગામમાં 0.63 ઇંચ, ગોધરામાં 0.63 ઇંચ, માંડલમાં 0.59 ઇંચ, ગાંધીનગરમાં 0.59 ઇંચ, વિરમગામમાં 0.55 ઇંચ, કડીમાં 0.55 ઇંચ, કાંકરેજમાં 0.51 ઇંચ, વલસાડમાં 0.51 ઇંચ, બાભરમાં 0.51 ઇંચ વરસાદ નોંધાયો હતો. 105 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની શું છે આગાહી

રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ ગઈ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.  સૌરાષ્ટ્રમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી છે.