Sun Sep 06 2026

Logo

સરળ નિયમો, ઝડપી મંજૂરી: ગુજરાતની નવી હોટલ પોલિસી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા

2026-03-23 10:13:00
Author: Mayur Patel
સરળ નિયમો, ઝડપી મંજૂરી: ગુજરાતની નવી હોટલ પોલિસી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા

 

ગાંધીનગરઃ કોમનવેલ્થ ગેમ્સ 2023ને ધ્યાનમાં રાખીને હોસ્પિટાલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા રાજ્ય સરકાર ટૂંક સમયાં નવી હોટલ પોલિસી જાહેર કરશે. માત્ર અમદાવાદમાં જ 60,000 વધુ રૂમની જરૂરિયાત હોવાથી આ નવી નીતિમાં હોટલના નિર્માણને ગતિ આપવા માટે વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પહેલા નાણાકીય સબસિડી પર વિચાર કરાયો હતો. પરંતુ સરકાર રાજ્યની તિજોરી પર બોજ વધારવા માંગતી ન હોવાથી નવી હોટલ પોલિસીમાં વધારાની ફ્રી એફએસઆઈ, ટેક્સમાં રાહત અને વીજળી બીલમાં રાહત આપવાનું વિચારી રહી છે.

આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, કોમનવેલ્થ ગેમ્સ માટે ઓછામાં ઓછી 300 નવી હોટલોની જરૂર છે. હોટલ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં સામાન્ય રીતે પાંચ વર્ષથી વધુ સમય લાગે છે. જેમાં માત્ર વિવિધ મંજૂરીઓ લેવામાં જ 10 થી 12 મહિના લાગે છે. સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂરા કરવા માટે એસોસિએશને હાલની 70 મીટરની મિક્સ યુઝ બિલ્ડિંગોમાં હોટલ નિર્માણની મંજૂરી આપવાની દરખાસ્ત કરી છે, જેનાથી મંજૂરીનો સમય નોંધપાત્ર રીતે ઘટી જશે. સરકાર આ દરખાસ્તો પર વિચાર કરી રહી છે. આ પોલિસી રોકાણકારો માટે પ્રક્રિયાને સરળ બનાવતા 'વન-સ્ટોપ ક્લિયરન્સ સિસ્ટમ' તરીકે પણ કામ કરશે.

ટૂરિઝમ વર્ષમાં ગ્રુપ પરમિટની તૈયારી

સરકારે વર્ષ 2026-27 ને ટૂરિઝમ વર્ષ તરીકે જાહેર કર્યું છે અને પ્રવાસીઓને આકર્ષવા માટે વેડ ઇન ગુજરાત અભિયાન પણ શરૂ કર્યું છે. આ માટે સરકાર લિકર પોલિસીના નિયમોમાં પણ છૂટછાટ આપવા પર વિચાર કરી રહી છે. સૂત્રો જણાવ્યું હતું કે, પ્રી-CWG ઈવેન્ટ્સમાં આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ માટે ગ્રુપ પરમિટ અને ટેમ્પરરી પરમિટ આપવા માટેની દરખાસ્તો પર કામ ચાલી રહ્યું છે.