Wed Sep 02 2026

Logo

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદ વર્લ્ડ પોલીસ ગેમ્સની યજમાની કરશે

2026-03-30 20:23:47
Author: Vimal Prajapati
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદ વર્લ્ડ પોલીસ ગેમ્સની યજમાની કરશે

ગાંધીનગરઃ  ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ યોજાશે. તેના અંગે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી વિકાસ સહાયને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ માટે રચાયેલી ઓર્ગેનાઇઝિંગ કમિટીના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ અંગે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

નિવૃત્તિના ત્રણ મહિના પછી આપી મોટી જવાબદારી
1989 બેચના આઈપીએસ અધિકારી ડીજીપી વિકાસ સહાય ડિસેમ્બર 2025માં નિવૃત્ત થયા હતા. સરકારે વિકાસ સહાયને નિવૃત્તિના ત્રણ મહિના પછી આ વૈશ્વિક સ્તરની રમતો માટે ઓર્ગેનાઇઝિંગ કમિટીના સીઈઓ તરીકે નિયુક્ત કરીને તેમને એક મોટી જવાબદારી આપી છે. પોલીસ અને ફાયર ગેમ્સની સાથે 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી રમતોની દેખરેખ માટે વિકાસ સહાયની પસંદગી કરીને, સરકારે આગામી કોમનવેલ્થ ગેમ્સ પ્રત્યે તેની ગંભીર પ્રતિબદ્ધતાનો સંકેત આપ્યો છે. 

વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029 અમદાવાદમાં યોજાશે
વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની વાત કરવામાં આવે તો, વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029ની અમદાવાદ મેજબાની કરવાનું છે. આ પહેલા 2025માં આ ગેમની મેજબાની બર્મિંગહામ પાસે હતી. તે જ વખતે 2029 ની ગેમ માટે અમદાવાદને યજમાની આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 
2025 વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 27 જૂનથી 6 જુલાઈ દરમિયાન બર્મિંગહામમાં યોજાઈ હતી અને 70થી વધુ દેશના 8,500થી વધુ સહભાગીએ તેમાં ભાગ લીધો હતો. આવું આયોજન અમદવાદ ખાતે પણ કરવામાં આવશે. તેના માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.