Wed Oct 07 2026

Logo

આનંદોઃ ગીર સહિત રાજ્યના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક આ તારીખથી સહેલાણીઓ માટે ખુલ્લા મુકાશે

2026-10-07 21:11:23
Author: Mayur Patel
આનંદોઃ ગીર સહિત રાજ્યના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક આ તારીખથી સહેલાણીઓ માટે ખુલ્લા મુકાશે

ગાંધીનગરઃ આગામી સમયમાં નવરાત્રી,દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને દેશ-વિદેશના પ્રવાસીઓ- સહેલાણીઓ માટે રાજ્યના વન વિભાગે મહત્વનો નિર્ણય કર્યો હતો. ગુજરાતના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક આગામી તા. 9 ઓક્ટોબર 2026થી સહેલાણીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. વન વિભાગની માર્ગદર્શિકા મુજબ વન્ય પ્રાણીઓને ખલેલ ના પહોંચે તે પ્રકારે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.

હાલમાં રાજ્યમાં વરસાદની સિઝન પૂર્ણ થતાં તેમજ અભયારણ્ય- નેશનલ પાર્કમાં રોડ- રસ્તાની અનૂકુળતા બનતા પ્રવાસીઓ સહેલાઈથી પ્રવાસ કરી શકશે. આ નિર્ણયથી આ વિસ્તારમાં નાના -મોટા રોજગાર સાથે જોડાયેલા સ્થાનિકોને રોજગારી પણ મળી રહેશે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાત સિવાય દેશના વિવિધ પ્રતિષ્ઠિત રણથંભોર ટાઇગર રિઝર્વ- રાજસ્થાન,સતપુરા ટાઈગર રિઝર્વ- મધ્યપ્રદેશ,બંદિપુર ટાઈગર અને નાગરહોલ ટાઈગર રિઝર્વ- કર્ણાટક, સરિસ્કા ટાઈગર રિઝર્વ- રાજસ્થાન,પેન્ચ ટાઈગર રિઝર્વ અને તડોબા- અંધારી ટાઈગર રિઝર્વ-મહારાષ્ટ્ર સહિત 9 જેટલા અભયારણ્ય- નેશનલ પાર્ક ગત  તા. 1 ઓક્ટોબર 2026થી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.