Sun Jun 28 2026

Logo

ગૌરવ અને આકાંક્ષાના 10 વર્ષના લગ્નજીવનનો અંત? એક્ટ્રેસની વાતથી ફેન્સને લાગ્યો અણધાર્યો આધાત

2026-06-28 20:28:38
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ટીવી જગતમાં જ્યારે સૌથી ફેવરીટ કપલની વાત કરવામાં આવે ત્યારે ગૌરવ ખન્ના અને આકાંક્ષાનું નામ પહેલા લેવામાં આવે છે. હવે વાવડ એ મળી રહ્યા છે કે,ટીવી એક્ટ્રેસ આકાંક્ષાએ એક ચોંકાવનારો ખુલ્લાસો કર્યો છે. આ સ્પષ્ટતા તેણે પોતાની રિલેશનશીપના મુદ્દા પર કરી છે. આ ચોખવટથી ફેન્સ પણ ચોંકી ગયા છે. છેલ્લા એક વર્ષથી અલગ રહેતા ગૌરવ અને આકાંક્ષા હવે છૂટાછેડાનો નિર્ણય લીધો છે. આકાંક્ષા હવે ટીવી રિયાલિટી શૉ લોકઅપ-2માં જોવા મળવાની છે. 

ચોંકાવનારો ખુલાસો કર્યો

આ રીયાલિટી શૉના પહેલા જ એપિસોડમાં તેણે પોતાની રિલેશનશીપના વિષય પર ચોંકાવનારો ખુલાસો કરી નાખ્યો છે. આકાંક્ષાએ કેમેરા સામે કબૂલાત કરી કે,એનો અને ગૌરવનો સંબંધ હવે ખતમ થવાના કિનારે છે.હવે બન્ને એકબીજાથી કાયમી ધોરણે છૂટા પડી રહ્યા છે.એ વાત પણ કહી કે, તેઓ છેલ્લા એક વર્ષથી અલગ રહેવા લાગ્યા છે. આ અચાનક થયેલા ખુલાસાને કારણે ફેન્સને શોક લાગ્યો છે.

ટીવી ઈન્ડસ્ટ્રીમાં અકાંક્ષાએ એક સફળ એક્ટ્રેસ છે. તેને એક્સપ્રેશન ક્વિન ગણવામાં આવે છે. સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે, છૂટાછેડાની આ વાત સામે આવ્યા બાદ પણ ગૌરવ તરફથી કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી. આ સમગ્ર વિષય પર ગૌરવે મૌન સેવી લીધું છે.24 ડિસેમ્બર 2016ના દિવસે ગૌરવ અને અકાંક્ષાના મેરેજ થયા હતા. દસ વર્ષની રિલેશનશીપ અને લગ્નજીવનનો અંત લાવવાની વાતથી બન્ને કલાકારના ફેન્સને આઘાત લાગ્યો છે.  

બેબી પ્લાન કર્યું નથી

બન્નેના લગ્નજીવનને દસ વર્ષ થઈ ગયા છે અને હજુ સુધી તેમણે કોઈ બેબી પ્લાન કર્યું નથી.આ પહેલા બિગબોસ-19માં પણ ગૌરવે એ વાત જણાવી હતી કે, તે ઝડપથી પિતા બનવા માગે છે. પણ આકાંક્ષા આ માટે તૈયાર નથી.આથી તેણે પોતાની પત્નીના નિર્ણયનું સન્માન કર્યું છે અને પોતાનો નિર્ણય પાછો લઈ લીધો છે. સ્ટેપ બેકની પરિસ્થિતિમાં ગૌરવની વાત પછી આ વાત સામે આવી છે.

હવે આ વિષય તે કંઈ બોલ્યો નથી. આકાંક્ષાએ થોડા સમય પહેલા આપેલો ઈન્ટરવ્યૂ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટતા કરી હતી કે, ફિઝિકલી સેટિસ્ફેક્શન ન મળવા પર એક મહિલાને પોતાના પતિથી અલગ થવાનો અધિકાર છે? આનો જવાબ આપતા તેણે કહ્યું કે, ફિઝિકલી સેટિસ્ફેક્શન ન હોવું નિશ્ચિત રૂપે છૂટાછેડાનો ઠોસ આધાર હોઈ શકે છે. જો કોઈ મહિલા પોતાના લગ્નજીવનમાં ખુશ કે સંતુષ્ટ નથી તો આની સીધી અસર એના સંબંધો પર થાય છે. 

સમાજ માટે ટેબૂ

આપણા સમાજમાં આજે પણ મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર ખુલ્લીને વાત કરવામાં આવે તો એને એક ટેબૂ માનવામાં આવે છે. આ પહેલા પણ તેણે ગૌરવને લઈને એક રસપ્રદ વાત કહી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે, દુનિયાની દરેક પત્નીને પોતાના પતિમાં કોઈને કોઈ તો ખામી અથવા દુર્ગુણ દેખાય છે.

એ પછી ભલે ગૌરવ ખન્ના જેવો જ વ્યક્તિ કેમ ન હોય.એમના આ પ્રકારના નિવેદનને ફેન્સ એના હાલના નિવેદન સાથે જોડીને જોઈ રહ્યા છે. સેબેલ્સ માટે કોઈ પણ રિલેશનશીપના વિષય પર વાત કરવી એ કોઈ મોટી વાત નથી. આ પહેલા પણ ઘણી એક્ટ્રેસ પોતાના સાથી કર્મચારી તથા પતિને લઈને આ પ્રકારની વાત જાહેરમાં કરી ચૂક્યા છે.